મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના વિજ્ઞાનમેળાનું આયોજન કરાયું


SHARE









મોરબીના ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના વિજ્ઞાનમેળાનું આયોજન કરાયું

વિદ્યાર્થીમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજી પ્રત્યે જાગૃતતા આવે તે માટે સરકાર અને જુદીજુદી સંસ્થાઓ કામ કરી જ રહી છે ત્યારે મોરબીમાં આવેલ ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા ટેકફેસ્ટ’ ૨૨ (વિજ્ઞાનમેળા)નું જિલ્લા સ્તરીય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબીમાં ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસને મહત્વ આપે છે અને વિદ્યાર્થીમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજી પ્રત્યે જાગૃતતા પ્રેરાય તે માટે સતત કાર્યરત છે. જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા STEM એક્ટિવિટીને લગતા પ્રોજેકટ તેમજ બાળકોને ટ્રેનીંગ આપવામાં આવે છે જે અંતર્ગત તા. ૩૧/૧૨/૨૦૨૨ ને શનિવારના રોજ ટેકફેસ્ટ’૨૨ (વિજ્ઞાનમેળો) નું આયોજન કરેલ છે ત્યારે ટેકફેસ્ટ’૨૨ માં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ પ્રદર્શન નિહાળવા માટે મોરબીની જાહેર જનતાને નિમંત્રણ આપવામાં આવ્યું છે આ ટેકફેસ્ટ’૨૨ માં ભાગ લેનાર તમામ વ્યક્તિને સર્ટિફિકેટ તેમજ વિજેતા ટીમને ટેકફેસ્ટ’૨૨ એવોર્ડ આપવામાં આવશે. આ ટેકફેસ્ટ’ ૨૨ માં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ કોલેજના વિધાર્થીઓ ભાગ લઇ શકશે જે ટીમના ઇનોવેટિવ આઇડિયા હશે તે ટીમને પ્રોજેકટ મોડેલ તેમજ પેટન્ટ સુધી સેન્ટર દ્વારા મદદ કરવામાં આવશે. આ ટેકફેસ્ટ’૨૨ માટેની વધુ માહિતી માટે મો. ૭૯૮૪૩ ૭૮૧૨૮ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે  અને https://forms.gle/Mwnh8C6k9EHq2Bgd7 આ લિન્ક દ્વારા પણ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવી શકે છે




Latest News