મોરબીની નીલકંઠ સ્કૂલમાં તુલસી દિવસની ભારતીય સંસ્કૃતિ મુજબ ઉજવણી કરાઇ
મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં ભારતીય સંસ્કૃતિના જતન માટે નાતાલના દિવસે તુલસી ડે ઉજવાયો
SHARE
મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં ભારતીય સંસ્કૃતિના જતન માટે નાતાલના દિવસે તુલસી ડે ઉજવાયો
દુનિયામાં ક્રિસમસ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં “તુલસી ડે” ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લોકોના જીવનમાં તુલસીનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ અને વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનારા લોકોનું સાર્થક સ્નમાન પણ કરવામાં આવ્યુ હતુ અને દરેક લોકો તેમના ઘરમાં તુલસીનો રોપ વાવે તેના માટેનો સંકલ્પ લઈને પ્રકૃતિ તેમજ પર્યાવરણનું જતન કરવા માટે સતત જાગૃત રહેતા લોકોને તુલસીના રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું
વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ અને યુવાનો પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે જેથી કરીને તે ભારતીય સંસ્કૃતિથી વિમુખ થઇ રહ્યા છે તે હક્કિત છે તેવા સમયે કોઈ પણ બાળકને જો નાનપણથી જ ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવીને તેના વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવે તો તે ભવિષ્યમાં ક્યાં તહેવારને કેટલું મહત્વ આપવું તે બાળક જાતે જ નક્કી કરી શકે છે માટે આ ઉદેશને ખરા અર્થમાં સાર્થક કરવા મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર શાળા ખાતે ૨૫મી ડીસેમ્બર એટલે કે ક્રિસમસના દિવસે ક્રિસમસ ડે ની ઉજવણી કરવાના બદલે આ દિવસને “તુલસી ડે” તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અને છેલ્લા સાત વર્ષથી આ શાળામાં તુલસી ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે તેવુ શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યું છે
ભારતીય સંસ્કૃતિમાં તુલસીને માતાનો દરરજો આપવામાં આવ્યો છે આટલું જ નહી તેનું ઔષધી તરીકે પણ ખુબ જ મહત્વ છે જો કે, લોકો તે વાસ્તવિકતા જાણતા હોવા છતાં પણ તેનો ઉપયોગ રોજીંદા જીવનમાં કરતા નથી જેથી કરીને શાળા દ્વારા તુલસી ડે ની ઉજવણી કરીને લોકો તુલસી પ્રત્યે સજાગ બને તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવામાં શાળામાં તુલસી દિવસની ઉજવણી કરાઇ હતી અને વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનારા વિષે લોકોનું તુલસી સ્નમાન કરવામાં આવ્યુ હતુ અને તુલસીનું માનવીના જીવનમાં શું છે મહત્વ, દૈનિક તુલસીનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે તે સહિતની માહિતી આપવામાં આવી હતી
સામાન્ય રીતે ક્રીસ્મ્સના દિવસે જે ઝાડને રોશનીથી સજાવીને ઉજવણી કરવામાં આવે છે તેની જગ્યાએ આપણી માત એટલે કે તુલસીના રોપને સજાવામાં આવે અને તેનું પૂજન અર્ચન કરવામાં આવે અને લોકો ભારતીય સંસ્કૃતિ તરફ વળતા થાય તેમજ પશ્ચિમી સંસ્કૃતિ છોડે તે જરૂરી છે ત્યારે આ શાળા દ્વારા બાળકો સહિતનાઓને તુલસીના ગુણથી માંડીને તુલસીનું મહત્વ સરળતાથી સમજાઈ જાય તે માટે શાળામાં તુલસી ડે ની ઉજવણી કરવામાં આવે છે અને હવે તો સાર્થકની જેમ બીજી ઘણી શાળામાં તુલસી દિવસની ઉજવણી કરીનેે ભારતીય સંસ્કૃતિનું જતન કરવામાં આવી રહ્યુ છે
અત્રે ઉલેખનીય છે કે, ક્રિસમસની ઉજવણીમાં જે રીતે ટ્ર્રી મુકીને તેને શણગારવામાં આવે છે તેવી જ રીતે ભવિષ્યમાં લોકો પોતાના ઘરના આંગણામાં તુલસીને શણગારીને તેનું જતન કરે તેવા ઉદેશ સાથે આ શાળા દ્વારા છેલ્લા સાત વર્ષથી તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દરવર્ષે મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે આજે સાર્થક સ્કુલ ખાતે આવેલા લોકોને તુલસીના રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને શાળામાંથી તુલસીના રોપા-માંજર દેવામાં આવ્યા હતા









