મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી.)માં કારખાનેદાર સાથે મુંબઇના બે શખ્સોએ કરી ૪૬.૨૫ લાખની છેતરપિંડી


SHARE





માળીયા (મી.)માં કારખાનેદાર સાથે મુંબઇના બે શખ્સોએ કરી ૪૬.૨૫ લાખની છેતરપિંડી

માળીયા (મી.) પાસે આવેલ ભીમસર ચોકડી નજીક ફરિયાદીની એરકોન માઇક્રોન્સ પ્રા લી. કંપનીમાંથી માલની ખરીદી કરીને તેમજ કારખાનેદાર પાસેથી હાથ ઉછીના ૭,૧૨,૪૨૨ રોકડા રૂપીયા લઈને પાછા આપ્યા ન હતા જેથી કરીને ભોગ બનેલા કારખાનેદારે હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુંબઇમાં રહેતા બે શખ્સોની સામે ૪૬,૨૫,૫૫૧ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિજયનગર ગાયત્રી ચોક-૧ પાસે રહેતા નીલેશભાઇ બચુભાઇ ગડારા જાતે પટેલ (૪૩)એ હાલમાં ગુસમહમદખાન ઉફૈ સજ્જનખાન તથા તાહીરા ગુસમહમદખાન રહે- બંન્ને ૩૯૮/બી ગુલાબશાહ એસ્ટેટ ચોથા માળે સી.એસ.ટી રોડ કુપ બસસ્ટોપ પાછળ મુંબઇ વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી કંડલા નેશનલ હાઇવે ઉપર માળીયા (મી.) પાસે આવેલ ભીમસર ચોકડી નજીક ફરિયાદીની એરકોન માઇક્રોન્સ પ્રા લી. કંપની આવેલ છે જેમાંથી આરોપીઓએ ગત તારીખ ૧૭/૦૬/૨૦૨૧ થી તા.૦૧/૧૦/૨૦૨૧ દરમ્યાન કુલ ૧,૯૯,૮૪,૦૪૯ નો માલ ખરીદી કરીને લીધો હતો અને તેની સામે આરોપીઓએ ૩૯,૧૩,૧૨૯ આપ્યા ન હતા અને ફરીયાદી પાસેથી હાથ ઉછીના ૭,૧૨,૪૨૨ રોકડા રૂપીયા લીધા હતા જે પણ પરત આપ્યા ન હતા આમ કુલ મળીને આરોપીઓએ ૪૬,૨૫,૫૫૧ ન ચુકવીને ફરિયાદી યુવાનની સાથે છેતરપિંડી કરેલ છે જેથી કરીને હાલમાં કારખાનેદારે બે શખ્સોની સામે ૪૬,૨૫,૫૫૧ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે  આઇપીસી કલમ ૪૦૬૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News