મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

હળવદ નજીક અકસ્માત સર્જીને પિતા-પુત્રના મોત નિપજાવનાર જેસીબીના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









હળવદ નજીક અકસ્માત સર્જીને પિતા-પુત્રના મોત નિપજાવનાર જેસીબીના ચાલક સામે ગુનો નોંધાયો

હળવદ નજીક રાતકડી હનુમાનજી મંદિર તરફ જવાનાં રસ્તા ઉપરથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું અને તે બાઈકમાં ગાંધીનગરથી હળવદના સુસવાવ ગામે માતાજીનાં દર્શન કરવા માટે પિતા-પુત્ર આવી રહ્યા હતા તેના બાઇકને જેસીબીના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તે બંનેના મોત નિપજ્યાં હતા અને હાલમાં મૃતકના ભાઈને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જેસીબીના ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના સુસવાવ ગામના મૂળ રહેવાસી અને હાલમાં મજૂરી કામ માટે ગાંધીનગર રહેતા કાળુભાઈ સવાભાઈ વાંઝા (૫૪) અને તેનો દીકરો વિજયભાઈ કાળુળાભાઈ વાંઝા ગત રવિવારે મોડી સાંજે ગાંધીનગરથી હળવદના સુસવાવ ગામે કુળદેવી માતાજીના દર્શન કરવા માટે બાઈક ઉપર આવી રહ્યા હતાં ત્યારે હળવદ હાઇ-વે પર આવેલ રાતકડી હનુમાનજી મંદિર તરફ જવાના રોડ ઉપર જેસીબીના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી પિતા-પુત્રને ગંભીર ઇજા થયેલ હોવાથી તે બંનેના મોત નીપજયા હતા હાલમાં આ બનાવમાં હળવદ પોલીસ સ્ટેશન ખાતે મૃતક કાળુળાભાઈ વાંઝાના ભાઈ રમેશભાઇ સવાભાઇ વાંજા (૩૪) રહે. સુસવાવ વાળાએ નંબર પ્લેટ વગરના જેસીબીના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News