મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ગામે કોમન પ્લોટમાં આવેલ દુકાન તોડવા બાબતેની મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઇ


SHARE









મોરબીના પીપળીયા ગામે કોમન પ્લોટમાં આવેલ દુકાન તોડવા બાબતેની મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઇ

મોરબીના પીપળીયા ગામે કોમન પ્લોટમાં બનાવવામાં આવેલી અનાજ દળવાની ઘંટી કે જે હાલ બંધ હાલતમાં હોય તેને પાળવાની બાબતે આધેડ ઉપર તેના બે કુટુંબિક ભત્રીજાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તે અંગે ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયા બાદ તેમણે બે સામે ફરિયાદ નોંધાવી હતી જે બનાવમાં સામેના પક્ષેથી ભત્રીજાએ કુહાડી વડે હુમલો થયો હોવાની વળતી ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના પીપળીયા ગામે આવેલ રાજીવનગરમાં રહેતા ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજા જાતે દરબાર નામના ૩૨ વર્ષના યુવાને તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમના બાજુમાં રહેતા ગોવિંદસિંહ નરવિરસિંહ જાડેજા દ્વારા તેઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેના ભાઈને પણ માર મારવામાં આવ્યો હતો. વધુમાં તેઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના ઘરની પાસે આવેલ કોમન પ્લોટમાં પાયો ખોદવાનું કામકાજ ચાલુ હતું તે દરમિયાનમાં ગોવિંદસિંહ જાડેજાએ જેસીબીના ડ્રાઇવરની સાથે બોલાચાલી કરી તેને ગાળો આપી હતી અને જેસીબીના કાચમાં ધોકો માર્યો હતો.જેથી ઓમદેવસિંહ તથા તેમના ભાઈ પૃથ્વીરાજસિંહ સામાવાળા ગોવિંદસિંહ જાડેજાને સમજાવવા માટે ગયા હતા ત્યારે ગોવિંદસિંહ એ ઉશ્કેરાઈ જઈને તેમને તથા પૃથ્વીરાજસિંહને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ ઓમદેવસિંહનું ગળું પકડીને બીજા હાથે ઓમદેવસિંહના ડાબા હાથના ભાગે કુહાડીની બુંધરાવટી (કુહાડીનો ઉંધો ભાગ) વડે માર માર્યો હતો. જેથી ઓમદેવસિંહને ઇજા પહોંચતા સારવારમાં ખેંચડાયા હતા તેમજ તેઓના ભાઈ પૃથ્વીરાજસિંહ સાથે પણ મારામારી કરવામાં આવી હોવાની ફરિયાદ ઓમદેવસિંહે નોંધાવી હોય હાલમાં તાલુકા પોલીસ મથકના એએસઆઈ આઈ.એમ.અજમેરી દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.

દારૂ સાથે મહિલા પકડાઈ

મોરબીના માળિયા મીંયાણા તાલુકા પોલીસ દ્વારા માળીયાની સરકારી હોસ્પિટલ પાસે મરિયમબેનના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે મરીયમબેન કાસમભાઇ ઓસમાણભાઇ જેડા (ઉમર ૫૦) ના રહેણાંક મકાનમાંથી ૨૦૦ લીટર ઠંડો આથો મળી આવતા મરીયમબેનની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જ્યારે વાંકાનેરના માટેલ ગામે રામદેવપીર મંદિર વાળી શેરીમાં રહેતા જગદીશ મનુ ઉકેડીયા કોળી નામના ૩૮ વર્ષના ઇસમને ત્યાં પોલીસે રેડ કરતા તેને ત્યાંથી ૨૨ લીટર દેશીદારૂ મળી આવતા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

રબીના ટીંબડી ગામે રહેતા કમલેશ ઘનશ્યામભાઈ ઝીંઝવાડીયા નામના ૨૭ વર્ષના યુવાનને લાલપર નજીક આવેલ લેક્ષસ ઓફિસ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જેથી તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.




Latest News