મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદના અજીતગઢ ગામ પાસે કેનાલમાં નાહવા માટે પડેલ સગીરાનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE









હળવદના અજીતગઢ ગામ પાસે કેનાલમાં નાહવા માટે પડેલ સગીરાનું પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદ તાલુકાના અજીતગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં નાહવા માટે સગીરા પડી હતી ત્યારે તે કોઈ કારણોસર પાણીમાં ડૂબી ગઈ હતી જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે સગીરાનું મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ છોટા ઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના અજીતગઢ ગામે જયંતીભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ગુમાનભાઈ ધાણક જાતે આદિવાસીની ૧૬ વર્ષની દીકરી ઉઘલીબેન અજીતગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં નાહવા માટે પડી હતી ત્યારે નર્મદાના પાણીમાં ડૂબી જવાના કારણે તે સગીરાનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

એક બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના લિંબાળા ધાર પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ સાથે શૈલેષભાઈ ડાયાભાઈ સાગઠીયા (૩૪) રહે ચોટીલા વાળા ની ધરપકડ કરેલ છે.

વરલી જુગાર

વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રોહિતભાઈ લાલજીભાઈ ફીરસોડિયા જાતે કોળી (ઉંમર વર્ષ ૪૩) રહે મિલ પ્લોટ ફાટક પાસે વાંકાનેર વાળો વરલી જુગાર આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૬૩૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News