મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર ગામે પડતર મકાનમાંથી ૮૦ બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE









વાંકાનેરના લાકડધાર ગામે પડતર મકાનમાંથી ૮૦ બોટલ દારૂ સાથે બે પકડાયા

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ પડતર મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની ૮૦ બોટલો મળી આવી હોય પોલીસે ૨૬૦૮૦ રૂપિયાની કિંમતનો દારૂનો જતો કબજે કરીને બે શખ્સોની ત્યાંથી ધરપકડ કરી હતી અને તે બંનેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આ દારૂ ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં જગદીશભાઈ ડાયાભાઈ ગાંગડીયાના કબજા ભોગવટાવાળા પડતર મકાનમાં દારૂનો જથ્થો હોવાની વાંકાનેર તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૮૦ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૬૦૮૦ ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને જગદીશભાઈ ડાયાભાઈ ગાંગડીયા (૨૯) રહે. લાકડધાર અને પ્રવીણભાઈ કેશુભાઈ પરમાર (૨૭) રહે. ઢુવા વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ બંને શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે




Latest News