મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માવતરે રહેતી પરિણીતાને કરિયવર માટે પતિ સહિત સાત સાસરિયાનો ત્રાસ


SHARE









વાંકાનેરમાં માવતરે રહેતી પરિણીતાને કરિયવર માટે પતિ સહિત સાત સાસરિયાનો ત્રાસ

વાંકાનેરના વીસીપારમાં રેલ્વે સ્ટેશનની બાજુમા માવતરે રહેતી પરિણીતાએ તેના પતિ, સાસુ, સસરા, દિયર સહિત આઠ સામે ફરિયાદ નોંધવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પતિને આરોપીઓએ ખોટી ચડામણી કરતા તેને ઢીકા પાટુનો મુંઢમાર મારતા હતા અને વધુ કરિયાવર લાવવા માટે કહેતા હતા જેથી મહિલાની ફરિયાદ લઈને જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન્ના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ હાલમાં વાંકાનેરના વીસીપારમાં રેલ્વે સ્ટેશનની બાજુમા માવતરે રહેતી રીમાબા કરણસિંહ મનુભા જાડેજા જાતે દરબાર (૩૨)એ હાલમાં કરણસિંહ મનુભા જાડેજા(પતિ), મનુભા હેમુભા જાડેજા(સસરા), જનકબા મનુભા હેમુભા જાડેજા(સાસુ), અર્જુનસિંહ મનુભા હેમુભા જાડેજા (દિયર), રહે- બધા મુંગણી આશાપુરા મંદિરની બાજુમાં જીલ્લો જામનગર તથા જયેન્દ્રસિહ મનુભા રાઠોડ (નણંદોયા), મિતલબા જયેન્દ્રસિહ રાઠોડ(નણંદ), પ્રકાશસિંહ મનુભા રાઠોડ(નંદોયા) અને શીતલબા પ્રકાશસિંહ મનુભા રાઠોડ (નણંદ) રહે.-બધા સુત્રાપાડા બસ સ્ટેન્ડની નજીક નવદુર્ગા મંદિરની બાજુની કોલોની જીલ્લો સોમનાથ વાળાની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ ફરીયાદીને નાની નાની બાબતે, ધરકામ બાબતે તેમજ પ્રેગ્નેન્સી દરમ્યાન સારવાર નહી કરાવી અને વધારે કરીયાવર લાવવા માટે દબાણ કરી અવાર-નવાર મેણા-ટોણા બોલી ભુંડા બોલી ગાળો આપી હતી અને ફરિયાદીના પતિને અવાર-નવાર ખોટી ચડામણી કરતા ઢીકા પાટુનો મુંઢમાર મારી દુ:ખ ત્રાસ આપી શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપ્યો હતો જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪ અને ૧૧૪ મુજ્બ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News