મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી મહિલાના પૂર્વ પતિએ દંપતીને આપી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં રહેતી મહિલાના પૂર્વ પતિએ દંપતીને આપી મારી નાખવાની ધમકી

મોરબી નજીક મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઈ.ટી.આઈ.ની સામે સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનની પત્નીનો પૂર્વ પતિ તેના ઘરે આવ્યો હતો અને ત્યાર બાદ યુવાનને તેમજ તેની પત્નીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ મુળ હળવદ તાલુકાનાં ધનાળા રહેવાસી અને હાલમાં મોરબી નજીક મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઈ.ટી.આઈ.ની સામે સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા કુલદીપભાઈ પરષોતમભાઈ રાઠોડ જાતે અનુ.જાતી. (30) એ મહેશભાઈ તુલસીભાઈ પરમાર રહે. પ્રેમજીનગર વાળાની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીની સાથે તેની પત્નીએ છૂટાછેડા લઈ લીધા હતા ત્યાર બાદ તેની સાથે બીજા લગ્ન કર્યા હતા જે આરોપીને ગમતું ન હતું જેથી તેને ફરિયાદી યુવાનની સાથે ઝઘડો કરવાના ઈરાદે તેઓના ઘરમા પ્રવેશ કરી ફરિયાદી અને તેની પત્નીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ અગાઉ પણ તા.૧૫/૧૦/૨૦૨૨ ના રોજ રાતના સમયે આરોપી કુહાડો લઈને ફરિયાદીના ઘરે આવ્યો હતો અને તેને ગાળો આપીને મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ-૪૪૭, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 




Latest News