મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે ભજન યોજાયા: હીરાબાને પણ શ્રદ્ધાંજલી અર્પણ કરી


SHARE









મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે ભજન યોજાયા: હીરાબાને પણ શ્રદ્ધાંજલી અર્પણ કરી

૩૦ ઓકટોબર ૨૦૨૨ ના દિવસે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને આ ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ નીપજયાં હતા જેથી અકાળે મોતનો કોળિયો બની ગયેલા ૧૩૫ લોકોના મોક્ષર્થે માનવ ધર્મના નાતે ઝુલતાપૂલ દુર્ઘટનાની બીજી માસિક પુણ્યતિથી ૩૦ ડિસેમ્બરના રોજ દિવંગત આત્માની શાંતિ અર્થે એવન્યુ પાર્કનું મારુતી સુંદરકાંડ મહિલા મંડળ અને વિશ્વકર્મા સોસાયટી ગોપી મંડળ દ્વારા ભજનનો કાર્યક્રમ વિશ્વકર્મા સોસાયટી મંદિરના મેદાનમાં નીલકંઠ સ્કૂલ સામેની શેરીમાં રાખવામા આવ્યો હતો અને તેની સાથે જ ગઇકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું હોવાથી મહિલાઓએ બે મિનિટનું મૌન પાળીને હીરાબાને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી




Latest News