મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની બિલિયા શાળામાં ઋણાનુબંધ શતાબ્દી મહોત્સવ યોજાશે


SHARE









મોરબીની બિલિયા શાળામાં ઋણાનુબંધ શતાબ્દી મહોત્સવ યોજાશે

મોરબીની બિલિયા શાળાને સો વર્ષ પૂર્ણ થતાં ગામના સોશ્યલ ગ્રૂપ,શાળા પરિવાર અને સમસ્ત ગામ દ્વારા તા. ૧/૧/૨૦૨૩ ને રવિવારના રોજ સાંજે ૪ વાગ્યાથી ઋણાનુંબંધ શતાબ્દી મહોત્સવ યોજાશે આ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને માનવતાનું મહામુલું કાર્ય શાળાને સો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સો બોટલ  રક્ત એકત્ર કરવા માટે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સમસ્ત ગામ લોકોનું સમૂહ ભોજન જેવા કાર્યક્રમોનું વિશિષ્ટ આયોજન હાથ ધરાયુ છે, આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરી સરકારી મહેકમમાં ઉચ્ચ હોદા પર કાર્યરત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન તેમજ આ કાર્યક્રમના દિલેર દાતાઓનું સન્માન તેમજ બિલિયા સોશ્યલ ગ્રુપ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ,રાષ્ટ્રસેવાથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે આ પ્રસંગે નકલંકધામ બગથળાના મહંત દામજી ભગત, કબીરધામના મહંત મહા મંડલેશ્વર ૧૦૦૮ શિવરામદાસજી આશિર્વચન પાઠવશે તો આ કાર્યક્રમનો લાભ લેવા સૌ બિલિયાવાસીઓ તેમજ બિલિયા ગામની બહાર મોરબી કે અન્ય શહેરોમાં વસવાટ કરતા સૌ લોકોને આયોજકો તરફથી આમંત્રણ પાઠવેલ છે




Latest News