મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ગામે અગાઉ થયેલ ઝઘડાનો રોષ રાખી મહિલા સાથે શેરીમાં ઝઘડો, બે સામે ગુનો નોંધાયો : મારામારીના બનાવમાં એકની ધરપકડ 


SHARE







મોરબીના પીપળીયા ગામે અગાઉ થયેલ ઝઘડાનો રોષ રાખી મહિલા સાથે શેરીમાં ઝઘડો, બે સામે ગુનો નોંધાયો : મારામારીના બનાવમાં એકની ધરપકડ 

મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા પીપળીયા ગામે રાજીવનગર વિસ્તારમાં બાજુ બાજુમાં રહેતા કુટુંબી કાકા-ભત્રીજા વચ્ચે ઘર પાસે આવેલ કોમન પ્લોટમાં વંડો બનાવવા બાબતે અને ત્યાં બંધ પડેલ ઘંટીની દુકાન તોડવા બાબતે માથાકૂટ થઈ હતી અને તે બાબતે સામસામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ એક પક્ષના મહિલાને સામેના પક્ષના બે લોકો દ્વારા ઝઘડો કરી શેરીમાં માથાકૂટ કરવામાં આવી હતી.

જે અંગે પીપળીયા ગામે રાજીવનગરમાં રહેતા જાગૃતિબા ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજા દરબાર (ઉમર ૩૦) નામની મહિલાએ વનરાજસિંહ તેમજ દશરથસિંહ નરવિરસિંહ જાડેજા એમ બે સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના પતિ અને દિયરને સામાવાળાઓ સાથે ઝઘડો થયેલો અને જે અંગે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાયેલ હોય તે વાતનો રોષ રાખીને શેરીમાં સામેવાળા બંને દ્વારા મોટા અવાજે બોલીને ઝઘડો કરવામાં આવ્યો હતો આ અંગે ગુનો નોંધાતા હાલમાં તાલુકા એએસઆઈ આઈ.એમ.અજમેરી દ્વારા વનરાજસિંહ અને દશરથસિંહ સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ કરવામાં આવી છે.જ્યારે અગાઉ નોંધાયેલી સામસામી ફરિયાદમાંથી અગાઉ બે લોકોની ધરપકડ થયા બાદ હાલમાં એએસઆઈ આઈ.એમ.અજમેરી દ્વારા મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા અને રાજકોટ ખસેડાયેલા ગોવિંદસિંહ નરવિરસિંહ જાડેજા (ઉમર ૫૦) રહે.રાજીવનગર પીપળીયા તા.જી.મોરબીની મારામારીના બનાવમાં ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે દશામાઁના મંદિરની પાસે રહેતો સાવન દિનેશભાઈ દાદરેસા નામનો ૨૧ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે જાંબુડીયાથી પરત ઘર તરફ જતા સમયે રસ્તામાં હાઇવે ઉપર એસ્સાર પંપની સામે બોસ સેનેટરી નજીક તેના બાઇકને આઇસર ટ્રકના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા સાવન દિનેશભાઈને શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરી આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મોરબીના ઓમ શક્તિ સિરામિકના લેબર ક્વાટરમાં રહીને મજૂરીકામ કરતાં અને મૂળ મધ્યપ્રદેશના દીપક મધુભાઈ ભીલ જાતે આદિવાસી નામના ૨૪ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે નોંધ કરીને મારામારીના કારણે અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે






Latest News