મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટા દહીસરા ગામે નર્સરી નજીક યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીકિને હત્યા


SHARE









માળિયા (મી)ના મોટા દહીસરા ગામે નર્સરી નજીક યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીકિને હત્યા

મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકામાં આવેલા મોટા દહીસરા ગામે નર્સરી નજીક રામદેવપીરનું મંદિર આવેલ છે અને મંદિર પાસે યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને તેની હત્યા કરવામાં આવી છે જેથી કરીને આ બનાવ અંગેની હાલમાં મોટા દહીસરા ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે જવા માટે રવાના થયેલ છે જોકે, યુવાનની હત્યા કોના દ્વારા કરવામાં આવી અને શા માટે કરવામાં આવી છે? તે બાબતે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકામાં આવતા મોટા દહીસરા ગામે રહેતા વિનોદભાઈ મૂળુભાઈ ચાવડા જાતે આહિર (૪૭) ની તિક્ષણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી છે અને આ આ બનાવની મોટા દહીસરા ગામના સરપંચ દ્વારા માળિયા તાલુકા પોલીસ અને જિલ્લા કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થયેલ છે દરમ્યાનમાં વધુમાં જાણવા મળતી વિગત મુજબ મોટા દહીસરા ગામે રહેતા વિનોદભાઈ મૂળૂભાઈ ચાવડા મોટા દહીસરા ગામે આવેલ નર્સરી નજીક રામદેવપીરના મંદિર પાસે હતા ત્યારે ત્યાં તેને તીક્ષણ હથિયારના ઘા ઝીકિને તેની હત્યા કરવામાં આવેલ છે જોકે, હત્યા કોના દ્વારા કરવામાં આવી અને શા માટે કરવામાં આવી ? તે બાબતની હજુ સુધી કોઈ માહિતી સામે આવેલ નથી અને મૃતક વિનોદભાઈ ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેને એક સંતાન હોવાનું સામે આવ્યું છે જોકે માળીયા મિયાણા તાલુકા પોલીસે હત્યાના આ બનાવની ગંભીરતાને સમજીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરીને મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News