મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં તિરંગા-દેવી-દેવતાઓનાં ફોટા વાળી પતંગો ઉપર પ્રતિબંધની માંગ


SHARE









મોરબી જીલ્લામાં તિરંગા-દેવી-દેવતાઓનાં ફોટા વાળી પતંગો ઉપર પ્રતિબંધની માંગ

દર વર્ષે ઉત્તરાયણ પર પતંગ મહોત્સવને માણવા માટે લોકો રંગબેરંગી પતંગોની ખરીદી કરી આકાશમાં ઉડાડતા હોય છે. ત્યારે ઘણી બધી પતંગો કટ થવાથી આ પતંગો ગંદકી વાળી જગ્યાઓ પર તેમજ અન્ય ખુલ્લેઆમ નીચે પડેલી હોય છે. ગત વર્ષથી પતંગોની અંદર ભારત દેશનાં તિરંગા કલર વાળી પતંગો માર્કેટમાં મળે છે. જેમાં અશોક ચક્રનો પણ સમાવેશ કરવામાં આવે છે. જેથી એવી પતંગે ખરેખર આપણા દેશનાં તિરંગાનુ સ્વરૂપ લઈ લીધેલ કહેવાય.

ગત વર્ષે ક્રાંતિકારી સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સમજદાર અધિકારીઓ તેમજ દુકાનદારોએ ઘણો સહયોગ આપેલ, પરંતુ ખરેખર આવી પતંગોનું નિર્માણ ન થાયએ ખૂબ જરૂરી છે. ગત વર્ષે આ સંસ્થા દ્વારા દેશનાં રાષ્ટ્રધ્વજ તેમજ હિન્દુ દેવી-દેવતાઓનાં અપમાન ન થાય તે માટે આવી પતંગો બનાવવા પર સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ લાદવો જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી અને રાષ્ટ્રહિત માટે તિરંગા પતંગ તેમજ હિન્દુ દેવી-દેવતાઓનાં ફોટાવાળી પતંગ પર પ્રતિબંધ મૂકો તેના માટે મોરબી જિલ્લામાં જાહેરનામું બહાર પાડવાની માંગ કરવામાં આવી છે




Latest News