મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી : ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આયોજિત નિ:શુલ્ક યોગ સ્પર્ધા યોજાશે


SHARE









મોરબી ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આયોજિત નિ:શુલ્ક યોગ સ્પર્ધા યોજાશે

ભારતને વિશ્વ ગુરુ બનાવવાનાં માનનીય વડાપ્રધાનના સ્વપ્નાને પૂરું કરવા તેમજ પૂરા ગુજરાતમાં યોગનાં પ્રચાર પ્રસારને વેગ આપવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પૂરા ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૯ વર્ષ થી ઉપરના કોઇપણ ભાઈ બહેન ભાગ લઈ શકશે.ઉપરોક્ત સ્પર્ધા ત્રણ તબક્કામાં જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાશે જેમા વિજેતાઓને સર્ટિફિકેટ આપવામાં આવશે.તેમજ કોર્પોરેશન કક્ષાની સ્પર્ધા મોરબી જિલ્લો રાજકોટ કોર્પોરેશનમાં યોજવામાં આવશે.

વિજેતાઓને મેડલ જેમા ગોલ્ડ,સિલ્વર,બ્રોન્ઝ, રોકડ પુરષ્કાર જેમા રૂા.૨૧,૧૫,૧૧ હજાર, મોમેંટો, સર્ટિફિકેટ (ગુજરાત રાજ્ય યોગ બોર્ડ) તથા રાજ્ય કક્ષાના વિજેતાઓને મેડલ જેમા ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ, રોકડ પુરષ્કાર રૂા.૫૧,૩૧,૨૧ હજાર, મોમેંટો અને સર્ટિફિકેટ (ગુજરાત રાજ્ય યોગ બોર્ડ) આપવામાં આવશે.ઉપરોક્ત  સ્પર્ધા માટે ગૂજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે દરેક ઝોન તેમજ જિલ્લાનાં યોગ કો-ઓર્ડીનેટરને ઉપરોક્ત સ્પર્ધાને સફળ બનાવવા જવાબદારી સોંપવામાં આવી છે.

જેમાં  ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં સક્ષમ અધિકારી વેદી સાથે મોરબી જિલ્લામાં ઝોન કો-ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી તેમજ મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર વાલજી પી. ડાભી જવાબદારી સંભાળશે.સ્પર્ધામાં ભાગ લેનાર યોગ સાધકોએ ઓનલાઇન લિંક પર રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનું રહેશે.વધુ  વિગત માટે મોરબી જિલ્લા યોગ કો ઓર્ડીનેટર વાલજીભાઇ ડાભી (મો.૯૫૮૬૨ ૮૨૫૨૭) નો સંપર્ક કરવાનો રહેશે.રજીસ્ટ્રેશન ફોર્મમાં સ્પર્ધાનાં નિયમો, સૂચનો તેમજ સંપૂર્ણ વિગત આપેલ છે.ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ સ્પર્ધા માટેનું અરજી ફોર્મ https://forms.gle/9JJFU7e8EzYSbK8PA ઉપરથી મળી રહેશે.ફોર્મ ભરવા માટેેેની અંતિમ તા.૫-૧ સાંજના ૬ વાગ્યા સુધીમાં એન્ટ્રી નોંધાવવાની રહેશે.ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લેનારને ભુજ-કચ્છમાં ટ્રેનિંગ આપવામાં આવશે.ઉપરોક્ત સ્પર્ધામાં દરેક યોગ કોચ, ટ્રેનર તેમજ સાધકો આ સ્પર્ધામાં જોડાઇને વધુને વધુ લોકો આ સ્પર્ધામાં જોડાય તે ગુજરાત રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવીને યોગમાં જોડવા અપીલ કરવામાં આવેલ છે.




Latest News