દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

મોરબીના એલીટ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટમાં ત્રિ-દિવસીય એન્યુઅલ ફંક્શન યોજાયુ


SHARE









મોરબીના એલીટ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટમાં ત્રિ-દિવસીય એન્યુઅલ ફંક્શન યોજાયુ

આજથી ૨૧ વર્ષ પૂર્વે શિક્ષણ જગતમાં ‘એલીટ’ રૂપી બીજ રોપવામાં આવ્યું હતું. આ બીજનું ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓના અતુટ વિશ્વાસ વડે એવું તો સિંચન થયું કે આજે આ બીજમાંથી પાંગરેલા જ્ઞાન ઉપવનની સુવાસ ચોમેર મહેકી રહી છે. દરેક જીવનમાં કંઈકને કંઈક શક્તિ રહેલી જ છે. આ દિવ્યશક્તિ ચેતના અને અસ્મિતાને રજૂ કરતું “એલીટ દર્પણ-૨૦૨૨” માં ભારતીય સંસ્કૃતિ અને લોહીના સંસ્કારને રજૂ કરતો પાંચમો વાર્ષિક સમારોહ સંપન્ન થયો છે

એલીટ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટમાં ધો ૧ થી ૧૦ (GSEB & CBSE) ના વિદ્યાર્થીઓ માટે કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા, અને ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ બીજા દિવસે ધો ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી ગિરિશભાઈ ભીમાણી, ગુરુગોવિંદરાય યુનિવર્સિટીના કુલપતી પ્રતાપસિંહ ચૌહાણ, સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરીયા તથા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસજાળીયા હાજર રહ્યા હતા અને છેલ્લા દિવસે સેકન્ડ હોમ પ્રિ-સ્કૂલના ટોડલર, નર્સરી, K1 & K2 ના નાના-નાના ભુલકાઓ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્થાના પ્રમુખ શૈલેષ કલોલા, અંબારામભાઈ કવાડીયા, લલિતભાઈ કવાડીયા સહિતના હાજર રહ્યા હતા આ ત્રિ-દિવસીય ‘એલીટ દર્પણ-૨૦૨૨’ ને સર્વોતમ બનાવવા બદલ તમામ મેનેજમેન્ટ સ્ટાફ, ટીચીંગ સ્ટાફ, તમામ વાલીઓ અને તમામ વિદ્યાર્થીઓનો સંસ્થાના સ્થાપકએ જહેમત ઉઠાવી હતી જેથી કરીને સંસ્થાના સંચાલક શૈલેષ કલોલાએ તમામને અભિનંદન પાઠવ્યા હતા




Latest News