મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE









મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી શહેરની આન, બાન અને શાન સમાન જુલતો પુલ બે માસ પહેલા તૂટી પડ્યો હતો ત્યારે તાત્કાલિકના ધોરણે મોરબી પાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જોકે આજ દિવસ સુધી મોરબી પાલિકામાં કોઈ કાયમી ચીફ ઓફિસર મુકવામાં આવેલ નથી જેથી મોરબીમાં રોડ રસ્તા લાઈટ પાણી સહિતના રૂટિન કામો ખોરંભે ચડી ગયા છે જેથી રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સુધી લેખિત રજૂઆત કરીને મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી નગરપાલિકાની માલિકોનો જુલતો પુલ ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરીને પાલિકાના જનરલ બોર્ડની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ઓરેવા ગ્રુપને સંચાલન કરવા માટે ૧૫ વર્ષનો કરાર કરી આપવામાં આવ્યો હતો અને જે કરાર કરવામાં આવ્યો હતો તેનો કરાર થઈ ગયા પછી પણ જનરલ બોર્ડમાં કોઈ ઠરાવ થયો ન હતો અને આ જુલતા પુલને રીપેર કર્યા બાદ ખુલ્લો મુકતાની સાથે જ છઠ્ઠા દિવસે આ ઝૂલતો પુલ ધડાકાભેર તૂટી પડ્યો હતો અને મોરબીમાં રહેતા તેમજ બહારગામથી હરવા ફરવા માટે મોરબી આવેલા લોકોમાંથી ૧૩૫ લોકોએ આ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા હતા જેની ગંભીરતાને ધ્યાને રાખીને હાઇકોર્ટ દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી છે જેની સુનાવણી ચાલી રહી છે 

પરંતુ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને ગંભીર બેદરકારી સબબ સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ મોરબી નગરપાલિકાનો ચાર્જ જે તે સમયે તાત્કાલિક મોરબીના અધિક કલેકટરને સોંપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજ દિવસ સુધી મોરબી પાલિકામાં કોઈ કાયમી ચીફ ઓફિસરને મુકવામાં આવ્યા નથી જેથી મોરબી શહેરમાં લાઈટ પાણી રોડ રસ્તા સહિતની સ્થાનિક સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે તેની સાથોસાથ કર્મચારીઓને લગતા પ્રશ્નો પણ સમયસર ઉકેલાતા નથી જેથી કરીને અગાઉ મોરબી પાલિકામાં રોજમદાર કર્મચારીઓ દ્વારા પગાર પ્રશ્ન આંદોલન કરવું પડ્યું હતું. આવા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ સુધી રજૂઆત કરીને મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જોકે સરકાર દ્વારા મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક ક્યારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News