મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

તુ વાંજણી છો કહીને મોરબીમાં પરિણીતાને સાસરિયાંનો ત્રાસ


SHARE









તુ વાંજણી છો કહીને મોરબીમાં પરિણીતાને સાસરિયાંનો ત્રાસ

હાલ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતી પરણીતાને સંતાન ન થતા હોવાથી તેને સાસરીયા દ્વારા તુ વાંજણી છો તેવું કહેવામાં આવતું હતું અને તેના પતિ દ્વારા “તું મરી જા, મારે તને જોતી નથી” તેવું કહેવામાં આવતું હતું જેથી કરીને પરણીતાએ અગાઉ એક વખત આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો અને ત્યારબાદ હાલમાં પરણીતાએ તેના પતિ સહિત કુલ મળીને છ વ્યક્તિઓની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હાલમાં મોરબી તાલુકાના જેતપર ગામે માવતરે રહેતી રાજુભાઈ પરસાડીયા જાતે ભરવાડની ૨૫ વર્ષની દીકરી હેતલબેને તેના પતિ રતાભાઇ બુટાભાઈ ગમારા, સસરા બુટાભાઈ શીવાભાઈ ગમારા, સાસુ અનુબેન બુટાભાઈ ગમારા, જેઠ રવજીભાઈ બુટાભાઈ ગમારા, જેઠાણી જ્યોતિબેન રવજીભાઈ ગમારા અને કાકીજી સાસુ ભાનુબેન મોતીભાઈ ગમારા રહે. બધા જુના ઘનશ્યામગઢ તાલુકો ધ્રાંગધ્રા વાળા સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેના પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને કાકીજી સાસુ દ્વારા અવારનવાર તેને સંતાન થતા ન હોવાથી “તું વાંજણી છો” તેમ કહીને મેણા ટોણા મારવામાં આવતા હતા અને તેના પતિને ખોટી ચડાવણી કરવામાં આવતી હતી જેથી તેના પતિ દ્વારા હવે “મારે તને જોતી નથી, તું મરી જા” તેમ કહેવામા આવતું હતું જેથી ફરિયાદીએ અગાઉ એક વખત ઝેરી દવા પી લીધી હતી અને ત્યારે તેને ઝેરી અસર થઈ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા અને બાદમાં અવારનવાર સાસરિયાઓ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી પરણીતાએ તેના પતિ સહિત કુલ મળીને છ વ્યક્તિ સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ત્રણ બોટલ દારૂ

મોરબીના વીશીપરા મેઇન રોડ ઉપરથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૯૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને નિઝામ યુનુસભાઈ દાવલિયા જાતે પીંજારા (ઉંમર ૨૬) રહે. ફૂલછાબ કોલોની મોરબી વાળાની ધરપકડ કરેલ છે

અકસ્માત બાદ ફરિયાદ

મોરબીના નાગડાવાસ ગામ પાસેથી પસાર થતી ઈકો ગાડી નંબર જીજે ૩ એમબી ૮૦૩૪ ના ચાલકે તેનું વાહન રોડ સાઇડમાં ઉભેલ ટ્રક નંબર જીજે ૧૪ ઝેડ ૧૮૭૩ ની પાછળના ભાગમાં અથડાવ્યું હતું જેથી કરીને ગાડીમાં બેઠેલ સવિતાબેન ધીરજભાઈ રાઠોડ અને તેની દીકરી શિલ્પાબેન ધીરજભાઈ રાઠોડને ઇજાઓ થઈ હતી જેથી કરીને બંને ઇજાગ્રસ્તને હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ સવિતાબેનના દીકરા રોહિતભાઈ ઉર્ફે રવિભાઈ ધીરજભાઈ રાઠોડ (૨૧) રહે. હાલ શંકર ટેકરી, નહેરુનગર, દિગ્વિજય પ્લોટ નં-૪૯ જામનગર વાળાએ ઇકો કારના ચાલક વિશાલભાઈ જશુભાઈ ગોંડલીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News