મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ગુજરાત ગેસ કંપનીના લીધે ૪૦૦ કરોડનું નુકશાન !: હવે ભાવ ઘટાડો પીડાદાયક ?


SHARE









મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ગુજરાત ગેસ કંપનીના લીધે ૪૦૦ કરોડનું નુકશાન !: હવે ભાવ ઘટાડો પીડાદાયક ?

મોરબી સીરામીક ઉદ્યોગકારો દ્વારા રાજય અને કેન્દ્ર સરકારમાં અગાઉ અનેક વખત ગુજરાત ગેસ કંપનીની મોનોપોલીને તોડવા માટે રજૂઆતો કરવામાં આવી હતી અને મોરબીમાં પથવામાં આવેલ પાઇપ લાઈનમાં અન્ય કંપનીને પણ તેનો ગેસ સપલાઈ કરવા માટેની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જો કે, તે મંજૂરી આપવામાં આવી ન હતી અને ગુજરાત ગેસના ભાવ જે તે સમયે સતત વધી રહ્યા હતા જેથી કરીને હરિફાઇના યુગમાં ટકી રહેવું મોરબીના ઉદ્યોગકારો માટે કપરું બની ગયું હતું ત્યારે અહીના ઉદ્યોગકારોએ તેમના યુનિટમાં નેચરલ ગેસનો ઉપયોગ બંધ કરીને માલની પડતર કિંમત નીચી લાવવા માટે નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કર્યો હતો અને તેના માટે અહીના ઉદ્યોગકારોએ ૪૦૦ કરોડથી વધુનો ખર્ચ કર્યો છે ત્યાર બાદ હવે ગુજરાત ગેસ કંપની વારંવાર ગેસના ભાવ ઘટાડાની જાહેરાત કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને વધુ પીડા આપી રહી છે તેવું અહી ઉદ્યોગકારોમાં ચર્ચાઇ રહ્યું છે

મોરબીની આસપાસમાં આવેલા સિરામિકના કારખાનામાં દિવસેને દિવસે ગુજરાત ગેસના વિકલ્પ તરીકે પ્રોપેન ગેસને સ્વીકારીને સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે જેથી કરીને એક સમયે મોરબીમાં ૭૦ લાખ કયુબિક મીટર નેચરલ ગેસની માંગ કહી તેની બદલે આજે મોરબીના સિરામિક ઉદ્યોગમાં માત્ર ૧૫ લાખ કયુબિક મીટર નેચરલ ગેસની માંગ રહી છે અને પ્રોપેન ગેસનો ઉપયોગ વધુને વધુ કરવામાં આવે છે જેથી કરીને આજની તરીકે મોરબીના સિરામિક ઉદ્યોગમાં ૫૫ લાખ કયુબિક મીટર કરતાં વધુ પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અત્રે ઉલેખનીય છે થોડા સમય પહેયલ મોરબીમાં નેચરલ ગેસ અને પ્રોપેન ગેસના ભાવમાં લગભગ ૧૭ રૂપિયાનો ભાવ તફાવત હતો અને પ્રોપેન ગેસ ગુજરાત ગેસ કરતાં સસ્તો પડી રહ્યો હતો જેથી કરીને પ્રોપેન ગેસના ગ્રાહકોની સંખ્યામાં વધારો થઈ ગયો છે અને આજની તારીખે મોરબીમાં ૮૦ ટકા ઉદ્યોગકારો પ્રોપેન ગેસ વાપરે છે અને ૨૦ ટકા ઉદ્યોગકારો નેચરલ ગેસનો ઉપયોગ કરી રહ્યા છે

હાલમાં ગુજરાત ગેસ દ્વારા તેના ભાવમાં ૭ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી કરીને અગાઉ જે ગેસ ૫૫ રૂપિયાના ભાવથી મળતો હતો તે ૪૮ રૂપિયાની આસપાસના ભાવથી મળશે જેથી કરીને કેટલાક હરખાઈ ગયા છે જો કે, વાસ્તવિક્તાએ છે કે, આજની તારીખે મોરબીમાં નેચરલ ગેસનો ઉપયોગ જ ઓછો છે ત્યારે આ ભાવ ઘટાડાથી મોરબીના ઉદ્યોગકારોને બહુ મોટો ફાયદો થવાનો નથી પરંતું સમયસર ગેસના ભાવને કંટ્રોલ કરવામાં આવ્યા નથી અને ઉદ્યોગકારોને બીજો વિકલ્પ શોધવો પડે નહીં તેના માટે ગુજરાત ગેસ કંપની દ્વારા કોઈ કાર્યવાહી ત્યારે કરવામાં આવી ન હતી જેથી કરીને જેથી કરીને માર્કેટમાં ટકી રહેવા માટે મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો જો કે, એક ઉદ્યોગકારોને તેના યુનિટમાં નેચરલ ગેસના બદલે પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કરવો હોય તો તેને પોતાના કારખાનામાં અંદાજે ૮૦ લાખથી લઈને એક કરોડ સુધીનો ખર્ચ કરવો પડે ત્યાર પછી તેના કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કરી શકે છે અને સસ્તો ગેસ વાપરવા માટે આજની તારીખે ધીમેધીમે કરતાં મોરબીના ૫૦૦ જેટલા કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ૪૦૦ કરોડથી વધુ રૂપિયા ખર્ચાઈ ગયા પછી ગુજરાત ગેસ કંપની દ્વારા તેનું અસ્તિત્વ ટકાવી રાખવાં માટે ભાવમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે

આ ભાવ ઘટાડો કરે તેની સામે પણ કોઈ વાંધો નથી જો કે તેની જાહેરાત કરવામાં આવે છે તે મોરબીના ઉદ્યોગકારોને માટે પીડાદાયક છે તેવું ઉદ્યોગકારો કહી રહ્યા છે કેમ કે, હાલમાં નેચરલ ગેસનો મોટા ભાગના કારખાનેદારો ઉપયોગ કરતાં નથી ત્યારે નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કરવાની વાત આવતાની સાથે જ માલની ખરીદી કરનારા વેપારીઓ દ્વારા તૈયાર માલના ભાવમાં ઘટાડો કરવા માટેનું કારખાનેદારો ઉપર દબાણ શરૂ કરવામાં આવે છે જેથી કરીને મુશ્કેલી ઘટવાના બદલે વધે છે વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે, મોરબીના ઉદ્યોગકારોએ માલની પડતર કિંમત નીચી લાવવા માટે નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ છેલ્લા ઘણા સમયથી કરી દીધો છે અને હાલમાં ગુજરાત ગેસ કંપની દ્વારા જે ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે ત્યાર બાદ પ્રોપેન ગેસ અને નેચરલ ગેસના ભાવ હજુ તો લગોલગ આવ્યા છે જેથી કરીને ઉદ્યોગકારોને કોઈ ફાયદો થાય તેવું હાલમાં દેખાતું નથી




Latest News