મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસે આરટીઓની બોલેરોને છોટાહાથીના ચાલકે હડફેટ લેતા નુકસાન : કોઈને ઈજા ન થતા રાહત


SHARE











મોરબીના જોધપર પાસે આરટીઓની બોલેરોને છોટાહાથીના ચાલકે હડફેટ લેતા નુકસાન : કોઈને ઈજા ન થતા રાહત

મોરબીના મચ્છુ-૨ ડેમ તરફ આવેલ જોધપર નદી ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં આરટીઓની બોલેરો કારને છોટા હાથીના ચાલકે રોંગ સાઈડમાં જઈને હડફેટ લેતા વાહન અકસ્માતના બનાવમાં બોલેરો કારમાં નુકસાની પહોંચી હતી સદભાગ્યે બંને વાહન પૈકી કોઈને ઇજાઓ ન પહોંચી હોય રાહતનો શ્વાસ લેવાયો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના આરટીઓ વિભાગની બોલેરો કાર નંબર જીજે ૩૬ જી ૦૦૦૯ ને છોટાહાથી વાહન નંબર જીજે ૩૬ ટી ૫૯૩૮ ના ચાલક દ્વારા લેવામાં આવી હતી જેથી આરટીઓની બોલેરો કારમાં નુકસાની પહોંચી હતી સદભાગ્ય કોઇને ઇજા પહોંચી ન હતી.આરટીઓની બોલેરો કારના ડ્રાઇવર વિશાલ પ્રભાશંકર મહેતા જાતે બ્રાહ્મણ રહે.સુંદરમ પાર્ક શેરી નંબર-૩ જામનગર રોડ રાજકોટ તેમજ આરટીઓના કેશિયર વિપુલભાઈ લવજીભાઈ કટેશીયા રહે.રામધામ સોસાયટી શેરી નંબર-૩ કાલાવડ રોડ રાજકોટ વાળાઓ કે જે જાંબુડીયા આરટીઓ કચેરી ખાતેથી પરત રાજકોટ જતા હતા ત્યારે જોધપર ગામની પાસે આરસીસી રોડ ઉપર છોટાહાથી જેવા ઉપરોક્ત નંબરના વાહનના ડ્રાઇવરએ ઓવરટેક કરવાની ઉતાવળમાં રોંગ સાઈડમાં આવીને બોલેરોની સાથે છોટા હાથી વાહન અથડાવ્યું હતું જેમાં બોલેરો કારના આગળના ટાયરના ભાગમાં નુકસાની પહોંચી હતી અને સદભાગ્ય બંને વાહનમાં બેઠેલા લોકોને ઈજાઓ ન પહોંચી હોય હાલ રાહતનો શ્વાસ લેવાયો હતો વધુમાં આરટીઓ બોલેરોના ચાલક વિશાલભાઈ મહેતાએ પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું કે કચેરીએ ઉપરોક્ત વાત કર્યા બાદ ઉપરથી સૂચના મળશે તો ફરિયાદ નોંધાવા આવશે.

ભૂંડ પકડવા બાબતે સરદારજીઓ વચ્ચે ડખ્ખો

મોરબીના વીસી ફાટક પાસે ભૂંડ પકડવાની માથાકૂટમાં સરદારજીઓ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હોવાનું જાણવા મળેલ છે જેમાં મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા દિપકસિંહ ગંભીરસિંહ ખડકા નામના ૩૦ વર્ષના યુવાનને તેમજ દિપકસિંગ ઉર્ફે રાજુ નારવિરસિંગ ટેલર (૪૫) અને નારસિંગ સોહનસિંહ રાઠોડ જાતે સરદાર (૪૮) રહે.રણછોડનગર સાંઈબાબાના મંદિર પાસે વાળાઓને ઇજા પહોંચતા તેઓને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ચોકડી નજીક રહેતા રાધેશ્યામ માંગીલાલ ઓવલા નામના ૪૩ વર્ષીય યુવાનને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામના ઝાંપા પાસે અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટ લેતા ઇજા પામેલ રાધેશ્યામભાઈને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી તાલુકા પોલીસ મથકને જાણ કરવામાં આવતા બનાવ અંગે હાલમાં મહિલા એએસઆઇ જીજ્ઞાશાબેન કણસાગરા દ્વારા બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે






Latest News