દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે ધારાસભ્યો-પત્રકાર એસો.ના સભ્યોનું કરાશે સન્માન


SHARE









મોરબીના પરશુરામ ધામ ખાતે ધારાસભ્યો-પત્રકાર એસો.ના સભ્યોનું કરાશે સન્માન

મોરબીના પરશુરામ ધામ ખાતે મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યો અને પત્રકાર એસો. મોરબીના હોદેદારો તેમજ તમામ સભ્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૮/૧ ના રોજ સાંજે આ કાર્યક્ર્મ યોજવાનો છે જેથી કરીને તેમાં બ્રહ્મ સમાજના તમામ બ્રહ્મબંધુ અને ભગીનીઓને હાજર રહેવા માટે ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે

મોરબી પરશુરામ ધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ છે કે, ભગવાન પરશુરામજીના આશીર્વાદથી મોરબી જિલ્લાની ચારેય બેઠક ઉપર ભાજપના ધારાસભ્યો ચૂંટાયેલ છે ત્યારે કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાના સન્માનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ પત્રકાર એસો. મોરબીના હોદેદારો તેમજ તમામ સભ્યોનું સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમ આગામી રવિવાર તા. ૮/૧ ના રોજ સાંજે પાંચ વાગ્યે પરશુરામ ધામ મોરબી મુકામે રાખેલ છે ત્યારે કાંતિભાઈ અમૃતિયાની સાકર તુલા પણ કરવામાં આવશે તેવું ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ છે




Latest News