મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં દવાખાનના કામ માટે વ્યાજે રૂપિયા લેનારા યુવાનને ચાર વ્યાજખોરોએ આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં દવાખાનના કામ માટે વ્યાજે રૂપિયા લેનારા યુવાનને ચાર વ્યાજખોરોએ આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા યુવાને દવાખાનના કામ માટે થોડા સમય પહેલાં વ્યાજે રૂપિયા લીધા હતા અને ત્યારબાદ તે યુવાન વ્યાજના ચક્રમાં ફસાયો હતો અને જુદા જુદા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લેવા પડ્યા હતા અને તે રૂપિયાની સામે અનેક ગણી વધુ રકમ ચૂકવી દીધી છે તો પણ વ્યાજખોરો દ્વારા તેની પાસેથી બળજબરી પૂર્વક વધુ રૂપિયા કઢાવવા માટે થઈને ધાકધમકી આપવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા અને લેથના કારખાનામાં કામ કરતા પ્રદીપભાઈ કેશવજીભાઈ પરમાર જાતે સતવારા (૨૭) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શક્તિસિંહ ઝાલા રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી, ભાવેશભાઈ સતવારા રહે. ગોકુલનગર મોરબી, દર્શનભાઈ સતવારા રહે. ગોકુળનગર મોરબી અને મયુર આહીર રહે. ક્રિષ્ના ફાઇનાન્સ સ્વામીનારાયણ મંદિર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે કે આજથી એકાદ વર્ષ પહેલા તેને દવાખાનાના કામ માટે પૈસાની જરૂર હતી જેથી કરીને તેને જે તે સમયે દર્શનભાઈ સતવારા પાસેથી ૧.૨૫ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તે સમયે તેની લોડીંગ રીક્ષાની આરસી બુક તેની પાસેથી દર્શન સતવારાએ લઈ લીધી હતી અને ત્યારબાદ દર મહિને સાડા સાત હજાર રૂપિયા તે આપતો હતો અને તેના વ્યાજના ચક્રમાંથી નીકળવા માટે તેણે હાઉસિંગ બોર્ડમાં રહેતા શક્તિસિંહ ઝાલા પાસેથી સાતમ આઠમના તહેવાર દરમિયાન ૧૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા અને તેની સામે દરરોજ ૧૮૦ રૂપિયા તેને આ યુવાન આપતો હતો અને અત્યાર સુધીમાં ૧૦ હજાર રૂપિયા ચૂકવી દીધા છે તેમજ પેનલ્ટીની રકમ પણ આપેલી છે અને તેની પાસેથી આંધ્ર બેન્કના બે ચેક સહી કરીને લીધેલા છે 

તો ભાવેશભાઈ સતવારા પાસેથી ચારેક મહિના પહેલા ૫૦ હજાર રૂપિયા લીધા હતા ત્યારે ભાવેશભાઈને આંધ્ર બેન્કના બે ચેકમાં સહી કરી આપી હતી અને દર મહિને આઠ હજાર રૂપિયા ચૂકવતો હતો અને મયુર આહીર પાસેથી ૨૦ હજાર રૂપિયા લીધા હતા જેની સામે તેણે આંધ્ર બેન્કના બે કોરા ચેકમાં સહી કરી આપી હતી અને આઠ દિવસે ૨૦૦૦ રૂપિયા આપતો હતો જેથી કરીને અત્યાર સુધીમાં તેને પણ ૧૮૦૦૦ રૂપિયા વ્યાજ આપી દીધેલ છે આમ વ્યાજખોરોને યુવાન દ્વારા લેવામાં આવેલા રૂપિયાની સામે વધુ રૂપિયા આપવામાં આવ્યા હોવા છતાં પણ થોડા દિવસો પહેલા દર્શન સતવારા અને ભાવેશ સતવારા ફરિયાદી યુવાન કારખાને કામ કરી રહ્યો હતો ત્યારે ત્યાં આવ્યા હતા અને ત્યારબાદ તેને મુનનગર ચોકમાં લઈ ગયા હતા જ્યાં શક્તિસિંહ ઝાલા પણ હાજર હતા અને તું કેમ અમારા રૂપિયા આપતો નથી તેમ કહીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને અવારનવાર ફરિયાદી યુવાનના ઘરે જઈને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને ગાળો આપવામાં આવતી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News