મોરબીમાં દવાખાનના કામ માટે વ્યાજે રૂપિયા લેનારા યુવાનને ચાર વ્યાજખોરોએ આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબીમાં સંતાનોની ફી ભરવા માટે વ્યાજે રૂપિયા લેનારા યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો
SHARE
મોરબીમાં સંતાનોની ફી ભરવા માટે વ્યાજે રૂપિયા લેનારા યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો
મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં રહેતા યુવાને તેના સંતાનોની ફી ભરવા માટે ઉપાડ દીધો હતો અને તે ઉપાડની રકમ ચૂકતે કરવા માટે તેને વ્યાજે રૂપિયા લીધા હતા ત્યાર બાદ તે વ્યાજના ચક્રમાં ફસાઈ ગયો હતો અને ધીમે ધીમે કરતાં તેને કુલ મળીને ૧૪.૫૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે તેણે અત્યાર સુધીમાં ૨૦,૬૯,૫૦૦ ચૂકવી દીધા છે તેમ છતાં પણ વ્યાજખોર દ્વારા ૩૨ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને તેને મોતનો ભય બતાવીને બળજબરીથી નોટરી વકીલ સમક્ષ તેનું ખોટું લખાણ કરાવી બે કોરા ચેક લઈ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ ધ્રાંગધ્રાના રહેવાસી અને હાલમાં મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં માતૃકૃપા મકાનમાં રહેતા મહાવીરભાઈ નરેન્દ્રભાઈ વૈષ્ણવ જાતે બાબાજી (૩૯) એ જયરાજભાઈ જીવણભાઈ સવસેટા રહે. દેવગઢ તાલુકો માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના સંતાનોની ફી ભરવા માટે થઈને તેણે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નોકરી કરે છે ત્યાંથી ઉપાડ દીધો હતો અને ત્યારબાદ ઉપાડની રકમને ભરવા માટે તેને પૈસાની જરૂર હોય જયરાજભાઇ જીવણભાઈ સવસેટા પાસેથી પહેલી વખત ૫૦૦૦૦ રૂપિયા વ્યાજે લીધા હતા અને ત્યારબાદ વ્યાજના ચક્રમાં તે યુવાન ફસાઈ ગયો હતો અને ધીમે ધીમે કરતાં તેને અલગ અલગ સમયે આરોપી જયરાજભાઇ પાસેથી ૧૪.૫૦ લાખ જેટલી રકમ વ્યાજે લીધી હતી અને તેની સામે તેણે અત્યાર સુધીમાં ઊંચું વ્યાજ ચૂકવીને ૨૦,૬૯,૫૦૦ પરત ચૂકવી દીધા છે તેમ છતાં પણ આરોપી જયરાજભાઈ સવસેટા દ્વારા ફરિયાદી યુવાન પાસેથી મૂડી અને વ્યાજ સહિત કુલ મળીને ૩૨ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને તેને મોતનો ભય બતાવીને બળજબરીથી નોટરી વકીલ સમક્ષ તેનું ખોટું લખાણ કરી લઈને બે કોરા ચેકમાં સહી કરાવી લીધેલ છે તેમજ ગાળો આપીને બાકીની વ્યાજની રકમ ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે