મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદા જુદા ત્રણ બનાવમાં સગીરા સહિત ત્રણના મોત


SHARE









મોરબીમાં જુદા જુદા ત્રણ બનાવમાં સગીરા સહિત ત્રણના મોત

મોરબીમાં ગઈકાલે જુદી જુદી ત્રણ જગ્યાઓએ અલગ અલગ બનાવોમાં એક સગીરા સહિત ત્રણ લોકોના મોત નિપજયા હોવાની માહિતી પોલીસ સૂત્રોમાંથી મળી રહી છે.જેમા.મોરબીના જૂના ખારચિયા ગામે રહેતા મૂળ એમપીના પરિવારની સગીરા તેના ભાઈ સાથે રહેતી હતી અને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નિપજ્યું હતું.તે રીતે જ મોરબીના બેલા ગામ પાસે સીરામીક યુનિટના લેબર કવાટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનને છાતીમાં દુખાવો થયા બાદ તેનું મોત નિપજયુ હતું.જ્યારે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયેલા એક યુવાનનું પણ સારવાર દરમિયાન મોત નીપજયુ હોવાની માહિતી મળી રહી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જૂના ખારચિયા ગામે કાંતિભાઈ નરસીભાઈ વાઘેલાની વાડીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી પીનુબેન કુલસિંગભાઈ માવી નામની ૧૭ વર્ષીય આદિવાસી સગીરાએ ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજયુ હતું.બનાવને પગલે તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે ખસેડાતા તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા આ અંગે નોંધ કરી તપાસ ચલાવવામાં આવી હતી જેમાં ખુલ્યુ હતું કે મૃતક પિનુબેન માવી પોતાના ભાઈ-ભાભીની સાથે અહીં મોરબી રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા તેઓની માનસિક સ્થિતિ બરોબર ન હતી.દરમિયાનમાં ગઈકાલે કોઈ કારણોસર તેણીએ અંતિમ પગલું ભરી લેતા તેણીનું મોત નીપજ્યું હતું.

બીજો બનાવ મોરબીના જેતપર રોડ ઉપર બેલા (રંગપર) નજીક આવેલ લિઝાર્ડ સીરામીકના લેબર કવાટરમાં બન્યો હતો જેમાં લિઝાર્ડ સીરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા બહાદુરસિંગ જગદીશસિંગ સિંગ નામના ૪૦ વર્ષના મજૂરને છાતીમાં દુખાવો થતાં તેને બેભાન હાલતમાં અહીંની ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો અને તેનું મોત નીપજતા પીએમ માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડાતા બનાવની જાણ થવાથી હાલમાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ત્રીજો બનાવ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે બન્યો હતો જ્યાં ગત તા.૩ જાન્યુઆરીના બીમારી સબબ દાખલ કરવામાં આવેલા દિનેશ લક્ષ્મણભાઈ (ઉંમર ૩૦) રહે. મોરબી વાળાનું આજરોજ તા.૬-૧ ના વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી




Latest News