દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

મોરબીના સ્વ.વી.કે.પાંચોટીયાની પ્રથમ પૂણ્યતિથિએ નાલંદા વિદ્યાલય ખાતે રક્તદાન શિબિર યોજાઇ


SHARE









મોરબીના સ્વ.વી.કે.પાંચોટીયાની પ્રથમ પૂણ્યતિથિએ નાલંદા વિદ્યાલય ખાતે રક્તદાન શિબિર યોજાઇ

મોરબીની નાલંદા વિદ્યાલય-વીરપર (મોરબી) ખાતે સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી નાલંદા વિદ્યાલયના પુર્વ ચેરમેન તથા જે.એ.પટેલ મહિલા કોલેજના પુર્વ પ્રિન્સિપાલ સ્વ.વી.કે.પાંચોટીયાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે પાંચોટીયા પરિવાર તથા નાલંદા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

દીપપ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરવામાં આવેલ, શાળાના મેનેજીંગ ટ્રસ્ટી બી.એ.ગામીએ શબ્દાંજલી રૂપી શ્રધ્ધાંજલી પાઠવી હતી. તેમજ ખાસ ઉપસ્થિત રહેલ પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ વી.કે.પાંચોટીયા સાથેના કોલેજ જીવનની મિત્રતાના સંસ્મરણોને યાદ કરીને શ્રધ્ધાંજલી પાઠવી હતી.નાલંદા શાળા પરિવારના ટ્રસ્ટીગણ, કર્મચારીગણ તથા પાંચોટીયા પરિવારના સભ્યો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.તેમજ આ તકે નાલંદા વિદ્યાલયના તમામ કર્મચારીગણે પાંચોટીયા દ્વારા કંડારેલ કેળવણીના ક્ષેત્રે હમેશા સારા કાર્યો કરવા માટે કટીબધ્ધતા દર્શાવી ખરા અર્થમાં હસમુખા, ઉમદા અને શિક્ષણ ક્ષેત્રના એક વિરલ વ્યક્તિત્વ એવા પાંચોટીયા સાહેબને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી પાઠવી હતી.




Latest News