મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક જ પરિવારના આઠ લોકોએ કરી રાજયપાલ સમક્ષ ઇચ્છા મૃત્યુની માંગ


SHARE









મોરબી જીલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક જ પરિવારના આઠ લોકોએ કરી રાજયપાલ સમક્ષ ઇચ્છા મૃત્યુની માંગ

હળવદ તાલુકાના નવા માલણીયા ગામે રહેતા જયંતીભાઈ જીવણભાઈ પરમાર જાતે દલવાડી (૫૬)એ થોડા દિવસો પહેલા તેના ઘર પાસેથી પસાર ટ્રેક્ટર ટ્રૉલી આડે પડતું મૂકીને આપઘાત કર્યો હતો અને ત્યાર બાદ તેના ખિસ્સામાંથી વ્યાજખોરના નામ લખેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી જેથી કરીને મૃતકના પરિવારજનોએ હાલમાં મૃતકના પત્ની સહિતના પરિવારજનોએ રાજયપાલને અરજી કરીને ઈચ્છા મૃત્યુ માટે મંજૂરી માંગી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં નવા માલણીયા ગામે રહેતા ગૌપાલભાઈ જયંતિભાઈ પરમારે રાજ્યપાલને લેખિત રાહુયાત કરીને ઈચ્છા મૃત્યુની માંગ કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતા જયંતિભાઈ જીવણભાઈ પરમાર ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને વ્યાજે રૂપિયા લીધા બાદ તે દેણામાં આવી ગયા હતા અને લેણદારોની ધમકી અને દબાણમાં આવીને તેઓએ તા. ૨૧/૧૨/૨૦૨૨ ના રોજ આત્મ હત્યા કરી હતી અને તેઓએ મૃત્યુ પહેલા સુસાઇડ નોટમાં તમામ માફિયાઓના નામે લખેલ છે જે તેને ધમકી આપતા હતા અને મારી નાખવાનું કહેતા હતા જેથી કંટાળીને તેને આત્મ હત્યા કરી લીધી હતી વધુમાં યુવાને જણાવ્યુ છે કે, તેના પિતાએ દેણું ભરવા માટે ખેતર, મકાન તથા સોનું વેચી નાખેલ હતું તો પણ તેની પાસેથી ઉઘરાણી કરવામાં આવતી હતી અને હવે તેઓનું દેવું ચૂકવવા અમારી પાસે કોઈ મિલકત બાકી રહી નથી. અને અમારા પિતાને પણ ગુમાવી દીધેલ છે જેથી કુટુંબના મોભીની છત્ર છાયા ગુમાવી દીધેલ છે. ત્યારે માથાભારે માફિયા લોકોના ત્રાસથી તેઓનો પરિવાર કંટાળી ગયેલ છે

આ ઘટના બની ત્યાર બાદ હળવદ પોલીસ સ્ટેશને અરજદારના પિતાને મારવા માટે મજબૂર કરનારા હત્યારાઓ અને માથાભારે ઇસમો સામે ફરિયાદ કરવા ગયેલ તો પણ પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર લેવામાં આવી ન હતી અને અનેક વાર રજૂઆત કરવા છતાં ફરિયાદ લેવામાં આવતી નથી અને સરખો જવાબ પણ આપતા નથી જેથી કરીને આત્મ હત્યા કરી લેનારા જયંતિભાઈના પત્ની લીલાબેન જયંતિભાઈ પરમાર, દીકરા ગોપાલભાઈ જયંતિભાઈ પરમાર અને હિતેશભાઇ જયંતિભાઈ પરમાર, પૌત્ર પ્રશાંત ગોપાલભાઈ પરમાર, યશ ગોપાલભાઈ અને જૈનિષ હિતેશભાઈ પરમાર તેમજ પુત્રવધૂ અશમિતાબેન ગોપાલભાઈ પરમાર અને શરોજબેન હિતેશભાઇ પરમારે એકી સાથે એક જ સમયે અને એક જ સ્થળે આત્મ વિલોપન (ઈચ્છા-મૃત્યુ) કરવાનું નક્કી કરેલ છે અને રાજ્યપાલને લેખિત રજૂઆત કરીને ઇચ્છા-મૃત્યુ કરવા માટેની મંજૂરી માંગી છે જેથી કરીને ખળભળાટ મચી ગયો છે




Latest News