મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં મોજથી જીવન જીવેલા ૧૦૨ વર્ષના નવઘણભાઈ પરમારની વાજતે ગાજતે અંતિમયાત્રા નીકળી


SHARE









મોરબીના વજેપરમાં મોજથી જીવન જીવેલા ૧૦૨ વર્ષના નવઘણભાઈ પરમારની વાજતે ગાજતે અંતિમયાત્રા નીકળી

મોરબી વજેપર વિસ્તારમાં રહેતા ૧૦૨ વર્ષના વૃધ્ધ નવઘણભાઈ પરમરાનું આજે સવારે અવસાન થયું હતું અને તેમની અંતિમ ઈચ્છા હતી કે જે રીતે મોજથી જીવન જીવ્યા છે તેવી જ રીતે મોજથી તેને અંતિમ વિદાય આપવામાં આવે. જેથી કરીને આજે તેના પરિવારજનો તેમજ વજેપરના ગ્રામજનો દ્વારા તેમની અંતિમયાત્રા વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી જેમાં આખું વજેપર ગામ જોડાયું હતું

સ્વાભાવિક રીતે કોઈના ઘર પાસે ડાઘુઓ ઉભા હોય ત્યારે તે ઘરની આસપાસમાં શોકનું વાતવરણ જોવા મળે છે જેથી લોકોને ખબર પડી જાય કે અહી કોઈ મઠો પ્રસંગ લાગે છે પરંતુ આ પ્રકારની સ્થિતમાં ઘર પાસે બેન્ડ વાજા વાગતા હોય અને સાથે ડાઘુઓને જોવા મળે તો સહુ કોઈ વિચારમાં પડી જાય કે ખુશીનો માહોલ છે કે, ગમનો... માટે તમને જણાવી દઈએ કે મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા નવઘણભાઈ ટાપુભાઇ પરમાર (૧૦૨) નું કુદરતી રીતે અવસાન થતા તેમની સ્મશાન યાત્રામાં જોડવા માટે સગાવ્હાલા ઉપરાંત આડોશી પાડોશી સહિતના તેમના ઘરે આવ્યા હતા દરમ્યાન બેન્ડ વાજા વાળા આવીને ઘર પાસે ઉભા રહેતા ડાઘુઓ સહિતના આશ્ચર્યચકિત થઇ ગયા હતા

વર્તમાન સમયમાં કેટલાક સંતાનો તેના વૃદ્ધ માતા-પિતાને તેની વૃદ્ધાવસ્થા વખતે વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે ત્યારે મોરબીમાં ૧૦૨ વર્ષની ઉમરે કુદરતી રીતે જ અવશાન પામેલા પિતા નવઘણભાઈ ટાપુભાઇ પરમારને તેમની અંતિમ ઈચ્છા મુજબ તેના દીકરા સહિતના પરિવારજનો દ્વારા બેન્ડ વાજા સાથે અંતિમ યાત્રા કાઢીને અંતિમ વિદાય આપવામાં આવી હતી જે પિતાએ આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં પણ પાપા પગલીથી પગભર થવા સુધીમાં જેનું શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલું યોગદાન આપ્યું હતું તેની અંતિમ વિદાય દીકરા સહિતના પરિવારજનો જ નહીં પરંતુ વજેપર ગામના લોકોએ ભારે હૈયે અંતિમ વિદાય વાજતે ગાજતે આપવામાં આવી હતી

નવઘણભાઈ ટાપુભાઇ પરમારના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું હતું કે, મૃતક નવઘણભાઈ ટાપુભાઇ પરમાર હયાત હતા ત્યારે તેમણે આર્થિક પરિસ્થિતી નબળી હોવા છતાં પણ લોકોને ખૂબ જ સેવા કરી હતી અને સારા માઠા પ્રસંગમાં તેમની હાજરી રહેતી હતી અને કામ બાપા મોજમાં જ રહેતા હતા અને દીકરાઓ સહિતના યુવાનોને કહેતા હતા કે મોજામાં રહેવાનુ આટલું જ નહીં તેની અંતિમ વિદાય ભવ્ય હશે તેવું તે કહેતા હતા જેથી કરીને આજે તેની અંતિમ યાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી અને લીલપર રોડ ઉપર આવેલ સ્મશાન ખાતે તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી

આજે વજેપર ગામના લોકોએ નવઘણભાઈ પરમાર વાજતે ગાજતે છેલ્લી વિદાય આપી હતી અને સ્મશાને તેના મોટા દીકરા દ્વારા મુખાગ્નિ આપવામાં આવી હતી આમ પિતાની અંતિમ ઈચ્છાને પૂરી કરવા માટે દીકરાઓ દ્વારા અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી જેમાં જોડાયેલા ડાઘુઓ પણ બોલી ઉઠ્યા હતા કે, વર્તમાન સમયમાં માતા-પિતાની ઈચ્છા તેમની હયાતીમાં પૂરી કરવાની વાત તો ઠીક તેમની ગેરહાજરીમાં પણ પૂરી કરે તેવા દીકરા હોય તો કદાચ વૃદ્ધાશ્રમો બંધ કરવા પડે તો નવાઈ  નહિ






Latest News