મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારીબારી બેઠકમાં ધારાસભ્યોનું કરાયું અભિવાદન


SHARE







મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારીબારી બેઠકમાં ધારાસભ્યોનું કરાયું અભિવાદન

રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક ઔર શિક્ષક હિત મેં સમાજ સાથેની રાષ્ટ્રીય વિચારધારા સાથે કાર્ય કરતા સંગઠન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાની કારીબારી બેઠક મળી.જેમાં કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ અનુસાર મહાનુભાવોના વરદ હસ્તે દિપ-પ્રાગટય કરીને કરવામાં આવી.મોરબી જિલ્લાના મહિલામંત્રી કિરણબેન આદ્રોજા દ્વારા સરસ્વતી વંદના કરવામાં આવી ત્યાર બાદ નિરવભાઈ બાવરવા દ્વારા સંગઠનમંત્ર કરીને કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો હતો

આ કારોબારીમાં પધારેલા ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિલાલ અમૃતિયા તેમજ અન્ય મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત મોરબી જિલ્લા ટીમના સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું સંગઠન દ્વારા કરવાના થતા આગામી કાર્યક્રમો અને સંગઠનની કાર્યપ્રણાલી તથા કાર્યકર્તાની ભૂમિકા વિશે જિલ્લાના સંગઠન મંત્રી હિતેન્દ્રભાઈ ગોપાણી દ્વારા વાત કરવામાં આવી. શિક્ષણ જગતમાં માતૃશક્તિનું અનેરું યોગદાન છે જે બાબતે સંગઠનમાં. માતૃશક્તિની ભૂમિકા તેમજ માતૃશક્તિ સંમેલન બાબતની ચર્ચા મહિલા સહ સંગઠન મંત્રી સુરેન્દ્રનગર વિભાગ ડો. લાભુબેન કારાવદરા દ્વારા કરવામાં આવી. એજન્ડા મુજબ કાર્યવાહીની મુદ્દાસર ચર્ચા મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઇ વડસોલા દ્વારા કરવામાં આવી. સાથે સાથે દરેક તાલુકા પ્રમાણે પ્રતિભાવો અને પ્રશ્નોની ચર્ચા બધા જ તાલુકાઓના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધારસભ્યોનું સન્માન તાલુકા ટીમો તેમજ જિલ્લા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ મોરબી માળીયાના ધારાસભ્ય  કાંતિલાલ અમૃતિયા દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું કે શૈક્ષિક મહાસંઘ એ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે કામ કરતું સંગઠન છે.આ સંગઠન દ્વારા સમાજ ઉપયોગી, રાષ્ટ્રસેવાના વધુમાં વધુ કાર્યો થતા રહ્યા છે અને આવતા દિવસોમાં થતા રહે એ માટે અમારો સાથ અને સહકાર હમેંશા રહશે. શિક્ષકોના પ્રશ્નો બાબતે બંને ધારાસભ્યોએ જણાવ્યું કે શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા માટે હરહંમેશ અમે તત્પર છીએ અને હવે તો રાજયકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી છે એટલે આપણા માટે સોનામાં સુગંધ ભળી એવું થયું છે રાજકોટ વિભાગના સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારા દ્વારા સમાપન સત્રમાં સંગઠનનો કાર્યકર કેવો હોવો જોઈએ? તેમજ કાર્ય પદ્ધતિની સચોટ વાત કરવામાં આવી હતી વાંકાનેરના મનીષભાઈ બારૈયાને જિલ્લા ટીમમાં ઉપાધ્યક્ષ તરીકે અભયભાઈ ઢેઢીને વાંકાનેર તાલુકા ટીમમાં સમાવેશ કરવા માટેની ઘોષણા દિનેશભાઈ વડસોલા દ્વારા કરવામાં આવી હતી અને દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય દ્વારા બંનેનું સન્માન કરવામાં આવ્યું હતું.

વાંકાનેર - કુવાડવા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય વિરમગામ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોય તેઓ આવી શક્યા નહોતા અને હળવદ- ધ્રાંગધ્રા વિધાનસભા સીટના નવ નિર્વાચિત ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પણ હળવદના ગ્રામ્યવિસ્તારના પ્રવાસમાં હોય આવી શકયા નહોતા એમને પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.કાર્યક્રમના અંતિમ પડાવમાં રાજ્ય પ્રતિનિધિ કિરીટભાઈ દેકાવડીયા દ્વારા ઋણ સ્વીકાર કરવામાં આવ્યો. કાર્યક્રમના અંતમાં હિતેષભાઈ પાંચોટીયા દ્વારા કલ્યાણમંત્ર કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી વાકછટા દ્વારા કૌશિકભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News