ઓક્સફર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછા બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં મુદામાલ સાથે બે ચોર પકડાયા


SHARE





માળીયા (મી)ના સરવડ ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં મુદામાલ સાથે બે ચોર પકડાયા

માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે થોડા દિવસો પહેલા રાત્રીના સમયે તસ્કરે આતંક મચાવ્યો હતો અને એકી સાથે સાત મકાનના તાળા તોડ્યા હતા ત્યારે એક મકાનમાંથી ૧,૪૭,૦૦૦ લાખના મુદામાલની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે હાલમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ચોરી કરતી ગેંગના બે આરોપીઓને ઝડપી લીધેલ છે

મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે ચોરીની ઘટના બની હતી અને તા.૨૮/૧૨/૨૦૨૨ ના રાત્રીના સમયે સરવડ ગામે સાત જેટલા બંધ મકાનના તાળા તોડીને ઘરમાંથી રોકડા રૂપીયા તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી અને તસ્કર કુલ મળીને ૧,૬૫,૮૦૦ નો મુદામાલ લઈ ગયા હતા જેની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ માધ્યમ મારફતે મળેલ હકિકત આધારે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ ધીરૂભાઇ કેશાભાઇ વાજેલીયા રહે. ચૂંપણી વાળા તથા તેના સાગરીતોએ આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોકકસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે માળીયા ફાટક પાસે વોચ ગોઠવી હતી ત્યારે આરોપીઓ પાસેથી ચોરીના ગુનામાં ગયેલ મુદામાલ તથા ગુનામાં વપરાયેલ વાહન, મળી આવ્યું હતું જેથી કરીને પોલીસે બે આરોપીને પકડ્યા હતા 

જેમાં ધીરૂભાઇ કેશાભાઇ વાજેલીયા જાતે વેડવા દેવીપૂજક (પર) રહે. ચૂપણી ૬૬ કેવી. જી.ઇ.બી. સબ સ્ટેશન પાસે તાલુકો હળવદ અને સાજનભાઇ વિરજીભાઇ ચાડમીયા જાતે વેડવા દેવીપૂજક (૨૧) રહે. લતીપર રોડ, ડાયર્વજન પાસે, ધ્રોલ વાળનો સમાવેશ થાય છે અને પોલીસે તેની પાસેથી પીળી ધાતુની કાનમાં પહેરવાની પટ્ટી ડિઝાઇન વાળી બુટ્ટી ૧ જોડી, પીળી ધાતુના નાકમાં પહેરવાના બે દાણા, પીળી ધાતુનો ૧ ચેઇન, પીળી ધાતુની બે વીંટી, સફેદ ધાતુના ૨૦ સીક્કા અને રોકડા રૂપીયા ૭૦,૬૦૦  તેમજ તાળા તોળવામાં ઉપયોગમાં લીધેલ ટાયર ખોલવાનું પાનુ તથા ડીસમીસ વિગેરે મળીને ૧,૬૫,૮૫૦ નો મુદામાલ કબ્જે કરેલ છે આ આરોપીઓ રાત્રીના સમયે ગ્રામ્ય વિસ્તારમાં જઇ બંધ મકાનના તાળા નકૂચા તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીનાની ચીજ વસ્તુની ચોરી કરવાની ટેવવાળા છે અને આરોપી ધીરૂભાઇ કેશાભાઇ વાજેલીયા અગાઉ સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, ખાતે ઘરફોડ ચોરી તથા દારૂના અનેક ગુનાઓ પકડાયેલ છે




Latest News