મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કાં તો વ્યાજના ધંધા બંધ કરો, નહીં તો ગામ છોડી દો કેમ કે હવે પોલીસ તમને છોડશે નહીંઃ અશોક યાદવ


SHARE





મોરબી જીલ્લામાં કાં તો વ્યાજના ધંધા બંધ કરો, નહીં તો ગામ છોડી દો કેમ કે હવે પોલીસ તમને છોડશે નહીંઃ અશોક યાદવ

રાજ્યના ગૃહવિભાગ દ્વારા વ્યાજખોરોની સામે પગલે લાવે માટેની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાને વ્યાજખોર મુક્ત કરવા માટે મોરબી સીટી એ ડિવિઝન સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજીની હાજરીમાં જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના ત્રણ ધારાસભ્યો તેમજ ભોગ બનેલા લોકો સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે મોરબી જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજના ધંધા કરનારાઓને કાં તો ધંધા બંધ કરો અથવા તો ગામ છોડી દો તેઓ પોલીસ દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો છે

છેલ્લા ઘણા દિવસોથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વ્યાજખોર સામે ધડોધડ ફરિયાદો લેવામાં આવી રહી છે અને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી રહી છે ત્યારે દરમ્યાન આજે મોરબી સીટી એ ડિવિઝન સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લોકો નિર્ભય બની ફરિયાદ કરી શકે તે માટે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધ્રાંગધ્રા હળવદ બેઠકના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને વાંકાનેર કુવાડવા બેઠકના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તે ઉપરાંત વ્યાજખોરોનો ભોગ બનેલા લોકો સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે વ્યાજખોરોના ત્રાસથી પોતાની મિલકતો ગુમાવનારા લોકોએ રડતી આંખોએ અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને વ્યાજખોરના ચંગુલમાંથી છોડવા માટે કહ્યું હતું જેથી મોરબીના એસ.પી રાહુલ ત્રિપાઠી તથા રેન્જના આઈજી અશોક યાદવે વ્યાજ ના ધંધા કરનારાઓને સાનમાં સમજી જવાનું માટે ઈશારો આપતા કહ્યું હતું કે કાં તો વ્યાજના ધંધા બંધ કરો અને નહીં તો ગામ છોડી દો કેમ કે ફરીયાદ આવશે એટલે પોલીસ તમને છોડશે નહીં આ તકે કાંતિભાઈ અમૃતિયાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે રાજકારણી, ગુંડા અને અધિકારી સાથે બેસી જાય તો ગામની ડિઝાઈન બદલી જાય છે તે આપણે છેલ્લા વર્ષોમાં જોયું છે જો કે હવે તે બધું જ સુધારવાનું છે અને અધિકારીઓ સારી રીતે કામ કરશે અને લોકોને વ્યાજખોરોના ત્રાસ માંથી છોડાવશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી




Latest News