દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં જ્ઞાનધારા વિભાગ હેઠળ બે કાર્યક્રમો યોજાયા


SHARE









મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં જ્ઞાનધારા વિભાગ હેઠળ બે કાર્યક્રમો યોજાયા

મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં જ્ઞાનધારા વિભાગ અંતર્ગત ૬ જાન્યુઆરીના સામાન્ય જ્ઞાન પરીક્ષા યોજવામાં આવી હતી. ભારતીય બંધારણ ઉપર વૈકલ્પિક પ્રકારના પ્રશ્નોથી લેવાયેલ પરીક્ષામાં રાઠોડ હેતલ, વાઘેલા હીના તથા શિયાર જયેશ સંયુક્ત રીતે પ્રથમ ક્રમે આવેલ. આ  ઉપરાંત ૧૨મી જાન્યુઆરીના સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે જ્ઞાનધારા વિભાગ દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાઠોડ હેતલ પ્રથમ ક્રમે, કુંભરવડિયા નિખિલ દ્વિતીય ક્રમે તથા ગોગરા મુના તૃતીય ક્રમે આવેલ.બંને સ્પર્ધાનું આયોજન જ્ઞાન ધારાના કોર્ડીનેટર ડો.રામ વારોતરીયા દ્વારા કરવામાં આવેલ.જેમાં પ્રિન્સિપાલ પ્રા.કે.આર. દંગી તથા સ્ટાફગણ ઉપસ્થિત રહેલ.વકૃત્વ સ્પર્ધામાં ડો.અનિલસિંહ રાજપુત તથા ડો.રેખાબેન શાહે નિર્ણાયક તરીકે કામગીરી બજાવી હતી




Latest News