હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે ૧૩૨ બોટલ દારૂ ભરેલ બોલેરો સાથે બે પકડાયા : એક ફરાર


SHARE











મોરબીના મહેન્દ્રનગર પાસે ૧૩૨ બોટલ દારૂ ભરેલ બોલેરો સાથે બે પકડાયા : એક ફરાર

મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બુટલેગરો અને દારૂ તેમજ વ્યાજ વટાવના ધંધાર્થીઓ ઉપર પોલીસ દ્વારા ઘોંસ બોલાવવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં બહારથી માલ પહોંચાડતા ઈસમો ઉપર પણ વોચ ગોઠવવામાં આવી હતી.દરમ્યાનમાં મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા ગતરાત્રિના મોરબીના હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર ગામ પાસેથી પસાર થતી બોલેરો ઉપર વોચ રાખવામાં આવી હતી અને દરમિયાનમાં ત્યાં રેડ કરવામાં આવતા બોલેરોમાંથી જુદીજુદી બે બ્રાન્ડની કુલ મળીને ૧૩૨ બોટલ દારૂ મળી આવ્યો હતો.જોકે કચ્છના રાપર તાલુકામાંથી દારૂ પહોંચાડવા માટે મોરબી આવેલા બે પૈકીના એક અને માલ મંગાવનાર એમ કુલ બે શખ્સોની હાલ ધરપકડ કરવામાં આવી છે.જ્યારે માલ આપવા આવનાર એક શખ્સ નાસી છૂટ્યો હોય તેને પકડવા પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગતરાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલા બી ડિવિઝન પોલીસ સ્ટાફને શંકાસ્પદ જણાતી બોલેરો કાર નંબર જીજે  ૨ સીએ ૧૯૦૬ ને મોરબીના મહેન્દ્રનગર-હળવદ રોડ ઉપર આવેલ આઈટીઆઈના બસ સ્ટેશન પાસે તળાવ નજીક અટકાવવામાં આવી હતી અને વાહનને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા વાહનમાં સવાર બે પૈકી એકી ઇસમ ભાગી છૂટ્યો હતો અને બાદમાં વાહનની તલાસી દરમિયાન બોલેરોમાંથી જુદીજુદી બે બ્રાન્ડની કુલ મળીને ૧૩૨ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી હાલમાં રૂપિયા ૧,૧૦,૦૪૦ ની કિંમતનો દારૂ તેમજ ત્રણ લાખની બોલેરો કાર એમ હાલમાં કુલ મળીને રૂા.૪,૧૦,૦૪૦ ની કિંમતના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો મંગાવનાર મુકેશ ધરમસી નિરાશ્રત જાતે કોલી (૨૭) રહે. રામનગરી ઘુંટુ તા.જી.મોરબી મૂળ રહે. ગુંદાપુરા નિરાશ્રત વાસ દાદર તા.જી.પાટણની તેમજ બોલેરો કાર કચ્છ બાજુથી દારૂ ભરીને લાવનાર બે પૈકીના ઈશ્વર કુંભા ચૌહાણ રજપૂત (૩૫) રહે.કીડીયાનગર નવો પરમારવાસ તા.રાપર જી.કચ્છ વાળાઓની ધરપકડ કરવામાં આવેલ છે.જ્યારે ઈશ્વરની સાથે દારૂનો જથ્થો પહોંચાડવા માટે આવેલ સુરેશ નથુ સાલાણી જાતે કોળી રહે. ભીમસર તા.રાપર (કચ્છ) ભાગી છુટ્યો હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.હાલ મુકેશ કોલી, ઈશ્વર ચૌહાણ અને સુરેશ સાલાણી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ અમરનાથ સોસાયટીમાં રહેતા નિલેશભાઈ રવજીભાઈ કાસુન્દ્રા નામના ૩૬ વર્ષના યુવાનને મોરબીના અમરેલી ગામના પાટીયા પાસે મારામારીના બનાવમાં ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આ અંગે તપાસ ચલાવી રહ્યા છે જ્યારે ભાવનગરના બોર તળાવ નજીક આવેલ નાગરિક સોસાયટીમાં રહેતો વેદ ગૌતમભાઈ ભીમાણી નામનો ૧૪ વર્ષનો સગીર મોરબીની અવની ચોકડી પાસે સાયકલમાં જતો હતો ત્યારે ત્યાં તે પડી જતા ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો.

બાઈકમાંથી પડી જતા ઇજા

મોરબીના રહેવાસી જ્યોતિબેન બટુકભાઈ ઠાકર નામના ૮૦ વર્ષના વૃદ્ધા મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાના મંદિર પાસેથી બાઈકમાં બેસીને જતા હતા દરમિયાન તેઓ ત્યાં નીચે પડી જતા ઇજાઓ થવાથી તેમને અહીંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબી નજીકના શનાળા ગામે રહેતા શ્રવણ મુકેશભાઈ સોલંકી નામના ૧૬ વર્ષના સગીરને ભક્તિનગર સર્કલ પાસે અજાણ્યા બાઈક વાળાએ હડફેટ લેતા ઇજાઓ પહોંચતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.






Latest News