મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

સરકારની નોટિસની અસર: મોરબી પાલિકામાં તાબડતોબ ૨૩ મીએ જનરલ બોર્ડની બેઠક બોલાવી


SHARE





સરકારની નોટિસની અસર: મોરબી પાલિકામાં તાબડતોબ ૨૩ મીએ જનરલ બોર્ડની બેઠક બોલાવી

સરકારે પાલિકાના પ્રમુખને બે  દિવસ પહેલા કારણદર્શક નોટિસ આપેલ છે અને આગામી ૨૫ મી તારીખ સુધીમાં જનરલ બોર્ડ બોલાવીને જવાબ આપવા માટેનો આદેશ કર્યો છે જેથી કરીને મોરબી પાલિકામાં આગામી તા ૨૩ મીએ જનરલ બોડની બેઠક બોલાવવામાં આવી છે

થોડા સમય પહેલા મોરબીમાં ઝૂલતો પુલ પાડવાના લીધે ૧૩૫ લોકોએ તેને જીવ ગુમાવ્યા છે ત્યારે આ મુદે હાઇકોર્ટમાં સુઓમોટો અને રીટ પિટિશનની સુનાવણી ચાલી રહી છે બીજી બાજુ આ પાલિકાને સુપરસીડ કરવા માટેની દરખાસ્ત મોકલાવવા આવી હતી ત્યાર બાદ સરકારે મોરબી પાલિકાના પ્રમુખને પાલિકાને સુપરસિડ કરવા મામલે કારણદર્શક નોટિસ આપેલ હતી અને આગામી તારીખ ૨૫ મી સુધીમાં જનરલ બોર્ડની બેઠક બોલાવીને સરકારમાં જવાબ રજૂ કરવા માટે કહ્યું હતું જેથી કરી આગામી ૨૩ મી તારીખે મોરબી પાલિકામાં જનરલ બોર્ડની બેઠક પાલિકાના મહિલા પ્રમુખ કુસુમબેન પરમાર દ્વારા બોલાવવામાં આવી છે અને આ બેઠકમાં ગત બોર્ડમાં લેવામાં આવેલા કામોને બહાલી આપવી, સરકારે આપેલ નોટિસ અન્વયે અને પ્રમુખ સ્થાનેથી રજૂ કરવામાં આવે તે એજન્ડા લેવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, પાલિકામાં માર્ચ માહિનામાં છેલ્લે બજેટ બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી ત્યાર બાદ એકપણ બોર્ડ બેઠક બોલાવવામાં આવી નથી અને હાલમાં સરકારે નોટિસ આપેલ છે ત્યારે તાત્કાલિક પાલિકાના પ્રમુખે તાબડતોબ પાલિકામાં જનરલ બોર્ડની બેઠક બોલાવેલ છે અને આ બેઠકમાં નવા જૂની થશે તેવું ચર્ચાઇ રહ્યું છે




Latest News