મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં સવા લાખ પાર્થિવ શિવલિંગનું પૂજા અર્ચન કરીને ધન્યતા અનુભવતા શિવભક્તો


SHARE











મોરબીમાં સવા લાખ પાર્થિવ શિવલિંગનું પૂજા અર્ચન કરીને ધન્યતા અનુભવતા શિવભક્તો

મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા હતા અને શિવજીની પૂજા કરીને સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના શિવભક્તોએ કરી હતી.

પ્રવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસ એટલે સોમવતી અમાસના રોજ સ્વંયભુ નીલકંઠ મહાદેવ મંદિરમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવીને ભોળાનાથની સવિશેષ પૂજા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાભેર જોડાયા હતા વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, હાલ વિશ્વમાં કોરોના સંકટને કારણે આર્થિક મંદી તેમજ લોકોનું સુખ ચેન હણાઈ ગયું છે. ત્યારે આ સંકટમાંથી સાંગોપાંગ શિવજી બધાને પાર ઉતારે તેવા હેતુસર આ આયોજન નીલકંઠ મહાદેવ મંદિરના મહંત ગુલાબગિરી ગૌસ્વામીના સહયોગથી કરવામાં આવ્યું હતું અને પાર્થિવ શિવલિંગ બનાવવાનું કામ કરવામાં મુસ્લિમ સમાજના લોકો પણ સ્વૈચ્છિક રીતે જોડાયા હતા જેથી કોમી એકતા પણ જોવા મળી હતી અને મોરબી સબ જેલના કેદીઓએ પૂજાપો તૈયાર કર્યો હતો આ સવા લાખ પાર્થિવ શિવલિંગ આશરે 300 જેટલા સ્વંય સેવકોએ છ ટન માટીમાંથી બનાવ્યા હત




Latest News