મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન


SHARE





મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન

મોરબી જીલ્લામાં આસ્થાના પ્રતીક સમા ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે ટ્રસ્ટીઓ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે નામ નોંધણી કરવામાં આવી રહી છે અને આગામી તા ૨૪/૨ ના રોજ સમૂહલગ્ન યોજાશે

મોરબીના નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લગ્નોત્સવ તા. ૨૪/૨ ના રોજ યોજાશે અને આ સમૂહલગ્નમાં માતા અથવા પિતા ગુમાવનાર દીકરીને પ્રથમ પસંદગી આપવામાં આવશે જેથી કરીને આ સમૂહલગ્નમાં જોડાવવા ઇચ્છતી કન્યાના વાલીઓએ તા ૩૦/૧ સુધીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે નામ નોંધણી કરાવી લેવા માટે અખબારી યાદીમાં જણાવ્યુ છે અને આ સમૂહલગ્નનો તમામ ખર્ચ મંદિર દ્વારા મંદિરની આવકમાંથી કરવામાં અઆવશે એટલે કોઈને પણ આ સમૂહલગ્નમાં દાન આપવું હોઈ કે દીકરીઓને કરીયાવરમાં ચીજવસ્તુ આપવી હોઈ તો ધક્કાવાળી મેલડી માતાજી મંદિરના સેવાભાવી આયોજકો ઘનુભા જાડેજા (૯૭૨૬૨ ૨૮૨૦૨), વિનુભાઈ ડાંગર (૯૮૨૫૯ ૧૩૬૧૫), શૈલેષભાઇ જાની (૯૫૭૪૫ ૩૬૫૦૫), રમેશભાઈ પટેલ (૮૩૨૦૨ ૬૧૭૬૬) પર સમૂહલગ્નમાં જોડાવવા કે દાન આપવા માટે સંપર્ક કરવા જણાવ્યુ છે

ઓબીસી સમાજ માટે સમુહલગ્નનું આયોજન

ગુજરાત ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા ઓબીસી સમાજમાં આવતા તમામ ગરીબ પરિવાર માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. તો આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા ઇચ્છતા દીકરીના માતા-પિતા કે પરિવારજાનો ૮૭૩૨૯ ૧૮૧૮૩ ઉપર નામ નોંધાવવા માટે સંપર્ક કરવા ગુજરાત ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાએ જણાવ્યુ છે




Latest News