મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખતા ઉમેદવારો હતાશ


SHARE





મોરબી સહિત ગુજરાતમાં લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખતા ઉમેદવારો હતાશ

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર કર્લકની પરીક્ષા લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતુ જો કે, અગાઉની જેમ આજે પણ વહેલી સવારમાં પેપર ફૂટયું હોવાનું સામે આવ્યું છે જેથી કરીને તાત્કાલિક અસરથી આ પરિક્ષાને સરકાર દ્વારા રદ કરવામાં આવી છે અને પેપર લીક કાંડમાં એક આરોપીને પકડવામાં આવેલ છે જો કે, ૯.૫૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને જે યાતના ભોગવવી પડી તેનું શું તે સૌથી મોટો પ્રશ્ન છે

આજે સવારે ક્લાર્કની પરીક્ષાનું પેપર લીકના સમાચાર સામે આવતાની સાથે જ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાજિકા કચેરિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, આજે વહેલી સવારે પેપર લીકની જાણ થઈ હતી. જેથી કરીને સરકારે ઉમેદવારોના ભાવિ સાથે ચેડા ન થાય તે માટે જુનિયર કલર્કની આજની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરેલ છે અને આ પેપરલીક કાંડમાં ગુજરાત બહારની ટોળકીનો હાથ હોવાનું સામે આવ્યું છે. વધુમાં જણાવ્યુ હતું કે, આ ઘટનામાં સરકાર કોઈને છોડશે નહીં અને પરીક્ષા ફરીથી લેવામાં આવશે. એટલે હાલમાં પરીક્ષા મોકૂફ રાખવામા આવી છે અત્રે ઉલેખનીય છે કે, પરીક્ષાના પેપર સાથે હાલમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે અગાઉ બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થઈ હતી તે વખતે પણ ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું હતું. આ પહેલીવાર નથી કે ગુજરાતમાં સરકારી પરીક્ષાઓનું પેપર લીક થયું હોય. આ પહેલાં બિનસચિવાલયની પરીક્ષાથી માંડીને નવ વખત સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓના પેપર ફૂટ્યાં છે. છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. અને જવાબદારો સામે હજુ સુધી કોઈ કડક અને નામુનેદાર કહી શકાય તેવા પગલાં લેવામાં આવેલ નથી જેથી કરીને આ સિલસિલો ચાલુ છે રહેવાનો છે આજની પરીક્ષા ૯.૫૩ લાખથી વધુ ઉમેદવારો આપવાના હતા. અને મોટા ભાગના ઉમેદવારો પરીક્ષા સેંટરે પહોચી ગયા પછી તેને પરીક્ષા રદ્દની જાણ થઈ હતી જેથી ઉમેદવારો હતાશ થઈ ગયા હતા અને સરકારની નીતિરીતિ સામે ઘણા સવાલો ઉઠ્યા હતા




Latest News