માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા
Breaking news
Morbi Today

બિલ્ડરો સાવધાન : મોરબીમાં પેમેન્ટ લઈને પઝેશન ન સોંપતા બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી


SHARE





બિલ્ડરો સાવધાન : મોરબીમાં પેમેન્ટ લઈને પઝેશન ન સોંપતા બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા લુણસરના વતની ધીરજલાલ વરમોરાએ રાજેશભાઇ શનીયારા સામે તેમના બનાવેલ એપાર્ટમેન્ટ બ્લોક નં.-૭૦૧ નો કબજો નહીં સોંપતા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ફરિયાદ દાખલ કરાવેલ તેમાં કોર્ટે રાજેશભાઇ શનારીયાને ત્રીસ લાખ રૂપિયા તા.૧૯-૩-૨૨ થી છ ટકાના વ્યાજ અને ત્રણ હજાર ખર્ચ ધીરજલાલ વરમોરાને ચુકવવાનો હુકમ કરેલ છે.

મોરબીમાં આજકાલ સોસાયટી બનાવતી વખતે બુકીંગના નામે રૂપિયા લેવામાં આવે છે.પછી ધીરે ધીરે ચણતર પ્રમાણે રૂપિયા લેવામાં આવે છે અને મકાન બની ગયા પછી ઉંચી કિંમત આવતા બીજે વહેંચી નાખે છે અને વધારે કિંમત લઇ લે છે તેવું જાણવા મળેલ છે.આવો જ કીસ્સો લુણસર ગામના વતની ધીરજલાલ વરમોરા સાથે બનેલ જેમા મયુરપાર્ક રવાપર રોડ ઉપર રહેતા રાજેશભાઇ થોભણભાઇ શનીયારા પાસે નવા બનતા મકાનમાં અમુક રકમ આપીને બ્લોક નં.-૭૦૧ બુક કરાવેલ અને ગ્રાહકને જણાવેલ સમય પ્રમાણે પજેશન નહીં આપતા મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક કોર્ટમાં ફરીયાદ દાખલ કરતા ગ્રાહક અદાલતે રાજેશભાઇ શનિયારાને રૂપિયા ત્રીસ લાખ છ ટકાના વ્યાજ સાથે તા.૧૯-૩-૨૨ થી ચુકવવાના અને રૂપિયા ત્રણ હજાર ધીરૂભાઇ વરમોરાને ચુકવવાનો આદેશ આપેલ છે. ગ્રાહકે લાગણીને સબંધમાં આવી નવા બનતા મકાનના રૂપિયા આપે છે પાછળથી પ્રશ્નો બને છે.કોઇપણ ગ્રાહકે પૈસાની લેતીદેતી ચેક દ્વારા કરવી જોઇએ અને નવી બનતી સોસાયટીની સુવિધા માટેની યાદી પણ જોવી જોઇએ ગ્રાહકે પોતાના હકક-હિત માટે લડત કરવી જોઇએ કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઇ મહેતા (ફોન નં.૯૮૨૫૭ ૯૦૪૧૨) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.




Latest News