માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આ રવિ સિઝનમાં અંદાજીત ૧.૪ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર કરાયું


SHARE





મોરબી જિલ્લામાં આ રવિ સિઝનમાં અંદાજીત ૧.૪ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર કરાયું

તુવેર, ચણા તથા રાયડાની સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરાશે.જિલ્લા ખેતીવાડી કચેરીની માહિતી અનુસાર આ વર્ષે મોરબી જિલ્લામાં ૧,૩૯,૮૭૫ હેકટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું છે.જિલ્લામાં વાવેલા રવિ પાકની વિગતે વાત કરીએ તો, હળવદમાં ૧૧૮૫૦, માળીયામાં ૧૬૨૦, મોરબીમાં ૫૩૦૦, ટંકારામાં ૪૬૫૦ અને વાંકાનેરમાં ૩૫૩૨ મળી કુલ ૨૬૯૫૨ જેટલા હેકટરમાં જીરું વાવવામાં આવ્યું છે. ધાણાની વાત કરીએ તો, હળવદમાં ૬૭૧૫, માળીયામાં ૩૨૦, મોરબીમાં ૬૦, ટંકારામાં ૪૫૦ અને વાંકાનેરમાં ૧૫૦ મળી કુલ ૭૬૯૫ હેકટરમાં વાવેતર થયું છે. તો, વરિયાળીનું હળવદમાં ૪૩૦૫, માળીયામાં ૬૦, ટંકારામાં ૮૦, વાંકાનેરમાં ૨૫૦ મળી કુલ ૪૬૯૫ હેકટરમાં વાવેતર થયું છે. હળવદમાં ૫૪૭૦ માળિયામાં ૨૪૫૦, મોરબીમાં ૨૧૧૦, ટંકારામાં ૧૧૫૦૦ અને વાંકાનેરમાં ૫૪૦ મળી કુલ ૨૭૪૭૦ હેકટરમાં ચણાનું વાવેતર થયું છે. હળવદમાં ૧૬૯૧૦, માળીયામાં ૧૪૫૫, મોરબીમાં ૯૨૫૦, ટંકારામાં ૯૨૧૦ અને વાંકાનેરમાં ૭૫૦૦ મળીને કુલ ૪૪૩૨૫ હેકટરમાં ઘઉંનું વાવેતર થયું છે. આ ઉપરાંત જિલ્લામાં ડુંગળીનું ૨૧૪૦ હેકટર, શાકભાજીનું ૧૯૭૫ હેકટર, ઘાસચારાનું ૧૩૧૩૦ હેકટરમાં વાવેતર થયું છે.

સરકાર દ્વારા ખેડૂતોને તેમના પેદાશના પૂરતા ભાવ મળે અને વાવેતર વધે તેવા અનેક ખેડૂત કલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના અનુસંધને મોરબી જિલ્લામાં તુવેર, ચણા અને રાયડાનું ટેકાના ભાવે વેચાણ માટે ૧લી ફેબ્રુઆરીથી જિસ્ટ્રેશન શરૂ થશે. નાફ્રેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવશે. દરેક ગામોમાં વીસીઇ અને મંડળી મારફત ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે. જે અન્વયે રૂ.૧૦૬૭ના ભાવે ચણા, રૂ.૧૩૨૦ના ભાવે તુવેર અને રૂ.૧૦૯૦ના ભાવે રાયડો ટેકાના ભાવે ખરીદવામાં આવશે. ૨૮ ફેબ્રુઆરી સુધી આ રજિસ્ટ્રેશન કરવી શકાશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.



Latest News