લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર-ટીંબડી પાસેથી ઓવરલોડ ખનીજ ભરીને જતાં વાહનોને ગ્રામજનોએ રોક્યા: તંત્ર મૌન !


SHARE





મોરબીના ધરમપુર-ટીંબડી પાસેથી ઓવરલોડ ખનીજ ભરીને જતાં વાહનોને ગ્રામજનોએ રોક્યા: તંત્ર મૌન !

મોરબીના ધરમપુર અને ટીંબડી આસપાસના વિસ્તારમાં ખાણખનીજ વિભાગની મીઠી નજર હેઠળ બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને ધરમપુર તેમજ ટીંબડી ગામ પાસેથી ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરો પસાર થતાં હોય છે અને તેમાંથી પથ્થર નીચે પડતાં હોય છે જે ઘણી વખત બાઇક ચાલક કે પછી અન્ય લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે જેથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી હતી અને ગામ પાસે ડમ્પરોને રોકીને ગામના લોકોએ વિરોધ કર્યો હતો અને ગામના સરપંચને જાણ કરાતા થોડીવાર માટે મામલો બિચક્યો હતો જો કે, ડમ્પર ચાલકોએ ઢોળાયેલા પથ્થરો દુર કરી દેવાતાની તેમજ હવે ઓવરલોડ ખનીજ નહીં ભરવાની ખાતરી આપી હતી જેથી કરીને મામલો થાળે પડ્યો હતો જો કે, સવાલ એ ઉભો થાય છે કે, ગામના લોકો વિરોધ કરે તો પણ ડમ્પર ચાલકો સીધા થઈ જાય છે તો તંત્ર વાહકો કેમ મૌન રાખીને બેઠા છે તે સૌથી મોટો સવાલ છે




Latest News