લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

અમે જયસુખભાઇ પટેલની સૂચન મુજબ મોરબીના ઝૂલતા પુલે કામ કર્યું છે: જામીન અરજીની દલીલમાં આરોપીના વકીલનું એક જ રટણ


SHARE





અમે જયસુખભાઇ પટેલની સૂચન મુજબ મોરબીના ઝૂલતા પુલે કામ કર્યું છે: જામીન અરજીની દલીલમાં આરોપીના વકીલનું એક જ રટણ

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે જે તે સમયે નવ આરોપીને પકડ્યા હતા અને તે આરોપીઓ હાલમાં જેલમાં છે અને તે પૈકીનાં વધુ બે આરોપી દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં બંને પક્ષેથી દલીલ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને આરોપીના વકીલે કહ્યું હતું કે, તેઓએ ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલની સૂચન મુજબ કામ કર્યું છે જો કે, મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે કહ્યું એગ્રીમેન્ટમાં પુલને ડીસ્મેંટલ કરીને રીપેર કરવાનો હતો તે કામ કેમ કર્યું નહીં ત્યારે આરોપીના વકીલે એક જ જવાબનું રટણ ચાલુ રાખ્યું હતું કે, જયસુખભાઇ પટેલની સૂચન મુજબ અમે પુલનું કામ કર્યું છે જેથી ગુરૂવારે સુનવણી પૂરી થઈ ગયેલ છે અને શુક્રવારે જામીન અરજી માટે હુકમ કરવામાં આવશે

મોરબીમાં ગત ૩૦ તારીખે ઝૂલતો પુલ તૂટ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા અને તે બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે મેનેજમેંટ અને મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના કુલ મળીને નવ આરોપીને પકડીને પોલીસે જેલ હવાલે કરેલ છે અને તેમાંથી મેનેજમેન્ટ કરતી એજન્સી ઓરેવાના મેનેજર દિપક નવીનચન્દ્ર પારેખ, દિનેશ મહસુખરાય દવે,  મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ, મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણ તેમજ મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમાર, પ્રકાશ લાલજીભાઈ પરમારની ધરપકડ કરીને તેને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને છેલ્લે જયસુખભાઇ પટેલના પણ રિમાન્ડ પૂરા થતાં તેને પણ જેલ હવાલે કરવામાં આવેલ છે

જો કે, અગાઉ પકડાયેલા નવ આરોપી પૈકીનાં સાત આરોપીઓએ ચાર્જશીટ પછી જે જામીન અરજી મૂકી હતી તેને નામંજૂર કરવામાં આવી છે ત્યારે બાદ મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમાર અને પ્રકાશ લાલજીભાઈ પરમારની જામીન માટે અરજી કરેલ હતી જેના માટે ગુરુવારે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને આરોપીના વકીલે કહ્યું હતું કે, આ ગુનામાં તેના અસિલનો કોઈ રોલ જ નથી તેવુ કહીને તેઓએ ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલની સૂચન મુજબ કામ કર્યું છે તેવું કહ્યું હતું ત્યારે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે કહ્યું હતું કે, એગ્રીમેન્ટમાં પુલને ડીસ્મેંટલ કરીને રીપેર કરવાનો હતો તે કામ કેમ કર્યું નથી ? ત્યારે આરોપીના વકીલે અન્ય કોઈ જવાબ આપવાના બદલે એક જ જવાબનું રટણ ચાલુ રાખ્યું હતું કે, અમે જયસુખભાઇ પટેલની સૂચન મુજબ પુલનું કામ કર્યું છે અને માલ પણ તે લોકો જ મંગાવીને આપતા હતા જો કે, સરકારી વકીલે કરેલી દલીલને પણ કોર્ટે ધ્યાને લીધેલ છે અને અને શુક્રવારે આ બંને આરોપીની જામીન અરજી માટે હુકમ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે




Latest News