ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

કાંતિભાઈ હૈ તો મુમકીન હૈ : મોરબીના બે વેપારી યુવાનને યુપીમાં અપહરણકારોના ચંગુલમાંથી અડધા કલાકમાં છોડાવ્યા


SHARE











કાંતિભાઈ હૈ તો મુમકીન હૈ : મોરબીના બે વેપારી યુવાનને યુપીમાં અપહરણકારોના ચંગુલમાંથી અડધા કલાકમાં છોડાવ્યા


મોરબીથી ઘણા વેપારીઓ બહાર ગામ માલની ખરીદી અને વેપાર માટે જતાં હોય છે આવી જ રીતે મોરબીથી બે વેપારી યુવાન સ્ક્રેપ જોવા માટે યુપી ગયા હતા. અને ત્યાં તે બંનેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું જેથી તેની જાણ મોરબી માળીયાના દબંગ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને થઈ હતી જેથી કરીને કાંતિભાઈ અમૃતિયાએ યુપીના રાજ્યપાલ સુધી આ વાતને પહોચાડી હતી અને માત્ર અડધા જ કલાકમાં બંને યુવાનને આરોપીઓના ચંગુલમાંથી મુક્ત કરાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ બાબુભાઇ રામાવત અને તેના પિતરાઈ ભાઈ અતુલભાઈ રામાવત મોરબીથી યુપી સ્ક્રેપનો માલ જોવા માટે ગયા હતા ત્યારે જે જગ્યાએ માલ જોવા માટે જવાનું હતું તેના બે માણસો ગાડી લઈને આ બંને યુવાનને લેવા માટે આવ્યા હતા તે બંને શખ્સોએ પોતાની ઓળખ મેનેજર અને ડ્રાઇવર તરીકે આપી હતી ત્યાર બાદ મોરબીના બંને યુવાનોને કારમાં બેસાડીને ગોડાઉને લઈને જતાં હતા જો કે, પહેલા રસ્તામાં તેના શેઠનું ફાર્મ હાઉસ આવી ગયું હતું ત્યાં રોકાયા હતા ત્યારે અન્ય પાંચ શખ્સો ત્યાં આવ્યા હતા અને મોરબીના બંને વેપારી યુવાનને બંધક બનાવ્યા હતા.

ત્યાર પછી બંને વેપારી યુવાન પાસેથી પાકીટ અને મોબાઈલ લઈ લેવામાં આવેલ અને તેની પાસે રહેલા ૨.૫ લાખ રૂપિયા, સોનાનો ચેઇન, સોનાનું પેન્ડલ પડાવી લીધું હતું તેમજ એટીએમમાંથી ત્રણ વખય કુલ મળીને ૩૫૫૦૦ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું જો કે, આ બન્ને યુવાનોને ઘરેથી ફોન આવે તો તેનું અપહરણ થયું છે તેવી જાણ ન થાય તે રીતે તે વાત કરવા દેતા હતા અને ફોન પૂરો થઈ જાય પછી તેને માર મારતા હતા જો કે, એક યુવાનને તેના ભાઈને કરેલ ફોનમાં મોરબી તેના ભાઈને તેની સાથે અજુગતું થયું હોવાની હા પડી હતી જેથી અપહરણકારોએ તેનો ફોન તૂતજ કટ કરી નાખ્યો હતો.

જો કે, આ અંગેની મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ સુધી પહોચી હતી અને તેને તાત્કાલિક યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે ફોન ઉપર વાત કરી હતી અને ત્યાર બાદ ત્યાંના આઇજી સાથે પણ વાત કરી હતી જેથી સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી જેથી અપહરણ કરનારા શખ્સોને પકડાઈ જવાનો ડર લાગ્યો હતો જેથી કરીને તે શખ્સો બન્ને યુવાનોને કારમાંથી નીચે ઉતારીને ભાગી ગયા હતા આમ કાંતિલાલ હૈ તો મુમકિન હૈ ની જેમ અહી બેઠા બેઠા યુપીમાં ફસાયેલ મોરબીના બે યુવાનોને અપહરણકરો પાસેથી મુક્ત કરાવેલ છે.






Latest News