હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીકથી હથિયાર સાથે પડકાયેલા આરોપીના રિમાન્ડ મંજૂર  


SHARE





માળીયા (મી) નજીકથી હથિયાર સાથે પડકાયેલા આરોપીના રિમાન્ડ મંજૂર  

મોરબી જીલ્લા એસ.ઓ.જી.ની ટીમે માળીયા મિયાણાની ભીમસર ચોકડી પાસેથી એક શખ્સની દેશી તમંચા સાથે ધરપકડ કરી હતી અને તેની સામે માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબી જિલ્લા એસ.ઓ.જી.ના પોલિસ હેડ કોન્સ્ટેબલ શેખાભાઇ સગરામભાઇને બાતમી મળી હતી જેના આધારે ગઇકાલે માળીયા મિયાણાની ભીમસર ચોકડીએથી દેશી હાથ બનાવટના એક તમંચા સાથે પોલીસે રૂષભ કીરીટભાઇ શાહ (૨૯) રહે. નવા જંકશન રોડ મણિયાર નગર વિંગ -૧ બ્લોક નંબર ૧૦૫ સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને ૫,૦૦૦ ની કિંમતનો દેશી તમંચો કબજે કર્યો હતો તેમજ તેની સામે માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે




Latest News