મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ૬ બેઠકો બિનહરીફ, ૬ માટે ૨૨ મીએ મતદાન


SHARE











વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ૬ બેઠકો બિનહરીફ, ૬ માટે ૨૨ મીએ મતદાન

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી માટે ગુરૂવારે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લો દિવસ હતો ત્યારે તમામ બેઠકો ઉપર ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં સંઘની કુલ ૧૨ બેઠકોમાંથી ૬ બેઠકો બિનહરીફ થઈ ગયેલ છે અને છ બેઠકો ઉપર બે-બે ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા છે જેથી કરીને આ ૬ બેઠક માટે આગામી ૨૨ મી ફેબ્રુઆરીએ મતદાન તથા મતગણતરી કરવામાં આવશે

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં જે ૬ બેઠક બિનહરીફ થયેલ છે તે બેઠકોમાં વાંકીયામાં ઘોઘુભા જામભા ઝાલા, ઢુવામાં વલીમામદ અલાવદી શેરસીયા, ચંદ્રપુરમાં પરાસરા અમીયલ હાજી, કેરાળામાં માથકીયા માહમદ આહમદ, કોઠારીયામાં ઝાલા નરેન્દ્રસિંહ મંગળસિંહ અને ગારીડામાં બાદી અલીભાઇ મામદનુરાનો સમાવેશ થાય છે અને જે બેઠકમાં ચુંટણી થવાની છે તેમાં માટેલ બેઠક ઉપર કાંકરેચા કાળુભાઇ મેરૂભાઇ અને કોબીયા દેવાભાઇ છગનભાઇ, લુણસર બેઠક ઉપર જયેશ છગનભાઇ વસીયાણી અને ઝાલા રાજેન્દ્રસિંહ મંગળસિંહ, સિંધાવદર બેઠક ઉપર બાદી રહીમ જીવા અને ઇસ્માઇલ મામદ પરાસરા, વાલાસણ બેઠક ઉપર મહેબુબભાઇ આહમદભાઇ પટેલ (કડીવાર) અને ઇસ્માઇલ ફતેમામદ કડીવાર, જાલસીકા બેઠક ઉપર કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા અને પરાસરા નુરમામદ અમીભાઇ તેમજ મેસરીયા બેઠક ઉપર પોલાભાઈ હિરાભાઇ પરમાર અને નવઘણભાઇ દેવશીભાઇ મેઘાણી આમને સામને છે તેના માટે ૨૨ મીએ ચૂંટણીનું મતદાન કરવામાં આવશે






Latest News