લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પતિએ રોટલો બનાવવા માટે કહ્યું જે ન બનાવતા ઠપકો આપ્યાનું લાગી આવતા પત્નીએ મોતની સોડ તાણી..!


SHARE





મોરબીમાં પતિએ રોટલો બનાવવા માટે કહ્યું જે ન બનાવતા ઠપકો આપ્યાનું લાગી આવતા પત્નીએ મોતની સોડ તાણી..!

મોરબી તાલુકાના જેતપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતી પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર ગામની સીમમાં મહિપતભાઈ બચુભાઈ કંડિયાની વાડીએ રહીને મજૂરી કામ કરતા કૈલાશભાઈ ધાણકના પત્ની કુલળીબેન ધાણક જાતે આદિવાસી (૩૫) વાડીએ હતા ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જોઈ તપાસીને પરણીતાને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એફ.આઇ. સુમરા ચલાવી રહ્યા છે વધુમાં મૃતકના પતિએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, તેની પત્નીને રોટલો બનાવવા માટે કહ્યું હતું જે બનાવ્યો ન હતો જે બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા તેની પત્નીએ આપઘાત કરી લીધેલ છે અત્રે ઉલેખનીય છે કે, મહિલાનો લગ્નગાળો નવ વર્ષનો છે અને તેને ચાર સંતાન છે જેને માતાની છત્રછાયા ગુમાવી છે.

જુગારી પકડાયા
વાંકાનેરના ટાઉનહોલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા રમેશભાઈ તેજાભાઈ ગોરીયા (૫૪), છગનભાઈ પ્રાગજીભાઈ ખાંડેખા (૫૯), અબ્બાસભાઈ ઈબ્રાહીમભાઇ મકરાણી (૭૦) અને અરજણભાઈ પેથાભાઈ કરોતરા (૫૯) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૦૮૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News