લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

દયાનંદ સરસ્વતીજીની બસોમી જન્મ જયંતી નિમિત્તે તેમના જન્મ સ્થળ ટંકારામાં અનેરો ઉત્સાહ


SHARE





દયાનંદ સરસ્વતીજીની બસોમી જન્મ જયંતી નિમિત્તે તેમના જન્મ સ્થળ ટંકારામાં અનેરો ઉત્સાહ

દેશમાં વૈચારિક ક્રાંતિનાજનક અને આજે ૨૦૦ વર્ષ બાદ પણ જેઓના વિચારો અનેકને પ્રેરણા પૂરી પાડે છે તેવા દયાનંદ સરસ્વતીજીની બસોમી જન્મ જયંતી હોય તે નિમિત્તે મોરબીના ટંકારા કે જે તેઓનું જન્મ સ્થળ છે ત્યાં લોકોમાં ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ટંકારાના સ્વામી દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતિ નિમિતે  દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઓ તા.૧૨ મી ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં જ્ઞાન જયંતિ પર્વમાં હાજરી આપીને આગામી બે વર્ષ માટે વિશ્ર્વવ્યાપી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.ઋષિ ભુમી ટંકારા શહેરના રાજમાર્ગો ઉપર બેનરો લગાવવામાં આવ્યા છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક ભારતના ભિષમપિતા રાષ્ટ્રપુરુષ સતિ પ્રથા કુરિવાજો આઝાદીના પ્રથમ ઉદ્બોધક અનેક ક્રાંતિકારીના પ્રેરણા સ્ત્રોત વૈદિક સંસ્કૃતિને પ્રજ્વલિત કરવામાં આર્ય સમાજની સ્થાપના કરનારા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસોમી જન્મ જયંતિ હોય આ તકે દિલ્હી ખાતે ઈન્દીરા ગાંધી સ્ટેડિયમ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી બે વર્ષમાં વિશ્ર્વવયાપી સમાજ સુધારણા કાર્યક્રમ ખુલ્લા મુકવામાં આવશે.આ તકે દેશ પરદેશમાંથી હજારો આર્ય સમાજી ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા ડેમી નદીના કિનારે બ્રાહ્મણ કરશનભાઈ ત્રિવેદી અને માતા અમરૂતબાઈની કુખે ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ મા જન્મેલ બાળ મુળશંકર એટલે કે દયારામ અને બાદમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી બની દેશને વૈદિક સંસ્કૃતિનુ ખરૂ સ્વરૂપ સમાજ સામે આપી સત્યાર્થ પ્રકાશ ગ્રંથની રચના કરી અનેક કુરીવાજો પ્રથા બંધ કરાવવાની પહેલ કરનાર બન્યા હતા. એવા આર્ય સમાજના સ્થાપક ઋષિની બસોમી જન્મ જયંતિ જ્ઞાન જયંતિ પર્વ તરીકે બે વર્ષ સુધી વિશ્ર્વ વ્યાપી સમાજ સુધારણા અભિયાન હાથ ધરવામાં આવશે. કાર્યક્રમ અંતર્ગત ઋષિની પાવન ભૂમિ પર પણ શહેરના રાજમાર્ગો ઉપર બેનરો પતાકા લગાવી બસોમી જન્મ જયંતિ ઉજવણી તૈયારી કરવામાં આવી છે અને આર્યસમાજી મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




Latest News