હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા અજાણ્યા યુવાનનું મોત


SHARE





માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા અજાણ્યા યુવાનનું મોત

માળીયા મીયાણા નેશનલ હાઇવે ઉપર ત્રણ રસ્તા નજીક અજાણ્યા વાહને અજાણ્યા ૪૦ વર્ષના પુરુષને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે જેથી કરીને તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે હાલમાં માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી મહિત્યિ મુજબ માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા શબ્બીરભાઈ મહેબૂબભાઈ કટિયા જાતે મિયાણા (૨૫) એ હાલમાં અજાણ્યા વાહન ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપર માળિયા મીયાણા ત્રણ રસ્તા પાસે અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા ૪૦ વર્ષના યુવાનને હડફેટે લેતા તે યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં સબીરભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસેથી મોર ભગતની વાડીએ રહેતો જીગ્નેશ વલ્લભભાઈ કંઝરિયા (૧૫) નામના બાળક પગપાળા જતો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતા બાળકને ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતી સમીરાબેન બહાદુરભાઇ કચરાણી (૨૭) નામની મહિલા ટુવ્હીલર લઈને જતી હતી ત્યારે પાછળથી અન્ય બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને જેમાં સમીરાબેનને ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News