મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

હળવદમાં મિત્રને થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો, કારમાં નુકશાની કરી


SHARE

















હળવદમાં મિત્રને થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો, કારમાં નુકશાની કરી

હળવદમાં આવેલ મોરબી ચોકડી પાસે યુવાનના મિત્રને આરોપીઓના મિત્રની સાથે બોલાચાલી થઈ હતી જે વાતનો ખર રાખીને આરોપીઓએ યુવાનની ઓફિસે આવીને તેને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની સ્કોર્પિઓ કારમાં નુકશાની કરી હતી માટે ભોગ બનેલા યુવાને હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના કણબીપરામા મોરબી દરવાજા પાસે રહેતા પંકજભાઇ ચમનભાઇ ગોઠી જાતે પટેલ (ઉવ.૨૪) એ હાલમાં મયુરરાજસિંહ રાજપુત રહે. સુખપર, રવીરાજસિંહ પઢીયાર રહે. ચરાડવા જયપાલસિંહ રહે. ધર્મેન્દ્રગઢ તાલુકો મુળી અને રાજભા દીલુભા લિબોલા રહે. ઘનશ્યામપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેમોરબી ચોકડી પાસે આવેલ તેની ઓફીસે તેનો મીત્ર ચેતન વાણદ હતો ત્યારે આરોપીના મીત્ર સાથે સામાન્ય બોલાચાલી થયેલ હતી જેનુ મનદુખ રાખી આરોપીઓ ખાનગી વાહનોમા આવ્યા હતા અને તે પોતાની ઓફીસમા સુતેલ હતા ત્યારે ઓફીસમા પ્રવેશ કરી ગાળો આપીને ઢીકા પાટુનો માર મારીને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરીયાદીની સ્કોર્પીયો ગાડી નંબર જી.જે ૩૬ આર ૭૭૭૩ ના કાચ ફોડી નુકશાની કરી હતી જેથી હાલમાં પોલીસે યુવાનની ફરિયાદ લઈને આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૪૫૨, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિનામ કરલે છે




Latest News