મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ગોકુલનગરમાં ફ્લોર મિલમાંથી સરકારી ઘઉં-ચોખનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો: ૩.૪૨ લાખનો મુદામાલ સીઝ


SHARE







મોરબીના ગોકુલનગરમાં ફ્લોર મિલમાંથી સરકારી ઘઉં-ચોખનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો: ૩.૪૨ લાખનો મુદામાલ સીઝ

મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ ગોકુલનગરમાં આવેલ ફ્લોર મિલમાં પોલીસે રેડ કરી હતી ત્યારે ઘઉં અને ચોખાની ગુણી ઉપર પંજાબ લખેલ છેજેથી પોલીસે ઘઉં તેમજ ચોખા અને બોલેરો ગાડી મળીને પોલીસે કુલ ૩,૪૨,૧૬૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને આ અંગેની મોરબી પુરવઠા વિભાગને જાણ કરીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમના ભરતભાઇ જીલરિય, ચંદુભાઈ કલોતરા અને દશરથસિંહ પરમારને મળેલ બાતમી આધરે મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ગોકુલનગરમાં આવેલ ગીતા ફ્લોર મિલમાં એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે ફ્લોર મિલના માલિક રણજીતભાઈ અરજણભાઈ વિકાણીની દુકાનમાંથી ઘઉં અને ચોખાની ગુણીઓ મળી આવી હતી અને તેના ઉપર પંજાબ લખેલ હતુ જેથી પોલીસે ૧૧૨ ગુણી ઘઉં અને ૯૮ ગુણી ચોખા  મળી આવ્યા હતા જેથી ૮૧,૨૬૦ ના ઘઉં અને ૬૦,૯૦૦ ના ચોખ તેમજ બે લાખની કિંમતની બોલેરો જીજે ૦૩ એએક્સ ૮૯૭૩ આમ કુલ મળીને ૩,૪૨,૧૬૦ નો મુદામાલ કબજે કરેલ છે અને હાલમાં પોલીસે ૪૧ (૧) ડી મુજબ મળને જપ્ત કરીને આ જથ્થો સરકારી અનાજનો હોવાનું દેખાતું હોવાથી મોરબીના પુરવઠા વિભાગને પોલીસે જાણ કરી છે જેથી કરીને મોરબી સીટી મામલતદાર એચ.એમ. સાચલા અને નાયબ મામલતદાર સહિતની ટીમે ત્યાં પહોચી હતી અને જથ્થો સીઝ કરીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News