નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે આરસએસ દ્રારા કિશોરી પ્રશિક્ષણ અંતર્ગત લવ જેહાદ સહીતના વિષયોનું જ્ઞાન અપાયુ


SHARE





મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે આરસએસ દ્રારા કિશોરી પ્રશિક્ષણ અંતર્ગત લવ જેહાદ સહીતના વિષયોનું જ્ઞાન અપાયુ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ ખાતે આરએસએસનો કિશોરી પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો જેમાં શાળાની વિદ્યાર્થીનીઓને તાજેતરમાં બની રહેલ બાબતો અંગે સજાગ રહેવા માટે અને ભય સ્થાનો બતાવવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે આરએસએસના સૌરાષ્ટ્ર પ્રાંત કુટુંબ પ્રબોધન સંયોજક, નિવૃત્ત આચાર્ય એગ્રીકલ્ચર યુનિવર્સિટી- જૂનાગઢ એવા કુમનભાઈ ખૂંટે માર્ગદર્શન આપ્યુ હતુ.

મોરબીની નીલકંઠ સ્કૂલમાં કિશોરી પ્રશિક્ષણ વિષયમાં કુમનભાઈ ખૂંટ દ્વારા ધો.૮,૯ અને ૧૧ ની વિદ્યાર્થીનીઓને સ્વસલામતી, લવજેહાદ, ગેરમાર્ગે જતી કેવી રીતે અટકવવી, કુટુંબ અને સમાજમાં કેવું વર્તન કરવું, જાતીય શોષણ સામે કેવી રીતે અવાજ ઉઠાવવો વિગેરે બાબતોથી માહિતગાર કરવામાં આવી હતી.આ તકે ઉપસ્થિત અન્ય મહેમાનોમાં ભીમજીભાઈ અઘારા (આરએસએસ,મોરબી જિલ્લા કુટુંબ પ્રબોધન), જયસુખભાઇ પરમાર (સમાજ સેવક, આરએસએસ અગ્રણી), મગનભાઈ રાઠોડ (આરએસએસ અગ્રણી) વિગેરેનો નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ઉકાળા વિતરણ

મોરબીના ત્રિલોકધામ મંદિર ખાતે તાજેતરની મિશ્રઋતુને લઈને ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સર્વે નગરજનોને જણાવવા આવેલ છે કે, બે ઋતુના મિશ્રણ સમયે આરોગ્યમાં શરદી-ઉધરસ, ગળામાં તકલીફ વિગેરે રહેતુ હોય તે દુખાવામાં રાહત માટે તા.૧-૩ થી તા.૫-૩ સવારે ૯ થી ૧૦ અહીંના ત્રિલોક ધામ મંદિર, કુબેરનગર ,નવલખી રોડ મોરબી-૧ ખાતે ઉકાળા વિતરણની વ્યવસ્થા કરવામાં આવેલ છે.જેનો લાભ લેવા સર્વેને અપીલ કરવામાં આવે છે.




Latest News