મોરબીની ગાંધી સોસાયટી પાસે મફતીયાપરામાં થયેલ મારામારીમાં આરોપીની ધરપકડ
મોરબીના પી.પી.જોશી દ્વારા રાજ્યમાં હડતાલ ઉપર પ્રતિબંધ મૂકવાણી માંગ
SHARE









મોરબીના પી.પી.જોશી દ્વારા રાજ્યમાં હડતાલ ઉપર પ્રતિબંધ મૂકવાણી માંગ
ગુજરાત રાજ્યમાં જુદા જુદા સરકારી વિભાગના કર્મચારીઓ દ્વારા છાશવારે હડતાલ કરવામાં આવે છે જેથી અરજદારો અને સામાન્ય નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષાના સભ્ય દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરીને ગુજરાત રાજ્ય સરકારે હડતાલ ઉપર પ્રતિબંધ મૂકવો જોઇએ તેવી માંગ કરી છે
મોરબી શહેરની અંદર રહેતા અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષાના સભ્ય પી.પી.જોશીએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગુજરાતમાં છાશવારે જુદા જુદા વિભાગના સરકારી કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીને લઇને હડતાળ કરવામાં આવે છે જેથી સામાન્ય નાગરિક અને અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને સરકાર બદનામ થાય છે જેથી કરી હડતાળો ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ વધુમાં તેમણે જણાવ્યું છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયા પ્રજાની પાછળ ખર્ચવામાં આવે છે પરંતુ અધિકારીઓ અને કર્મચારીની અણાઅવડત અને બેદરકારીના કારણે સરકાર દ્વારા જે યોજના અમલમાં મૂકવામાં આવે છે તેનો લાભ લોકોને સમયસર મળતો નથી ત્યારે સરકારી અધિકારી અને કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવે છે તે ખરેખર હડતાલ બંધારણની વિરુદ્ધમાં છે અને જો કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા વાજબી માગણી કરવામાં આવતી હોય તો તેને તાત્કાલિક સરકારે પૂરી કારવાઈ જોઈએ નહીંતર હડતાળ કરનારા કર્મચારીઓને પાણીચું આપીને તેને નોકરીમાંથી બરતરફ કરવા જોઇએ તેવી માગણી કરવામાં આવેલ છે
